- કોરોના વાઇરસનો કહેર યથાવત
- કોરોનામાં લોકોના મન પર થઇ રહી છે માનસિક અસર
- આશાવાદી બનો, નિષ્ણાંત તબીબની સલાહ લેવી
વલસાડઃકોરોના મહામારીના હાલના સમયમાં માનસિક બીમારીઓ પણ વધી છે. જેમાં મુખ્ય ગભરામણની બીમારી વધુ જોવા મળી રહી છે. ત્યારે આ સમયમાં માનવ મનને કઈ રીતે શાંત રાખી સ્વસ્થતા કેળવવી તે અંગે વાપીના જાણીતા મનોચિકિત્સક ડૉ. જીત નાદપરાએ જણાવ્યું હતું કે આ સમયે દરેક વ્યકિતએ આશાવાદી બનવાની જરૂર છે. કેટલાક લોકો તેમનો અથવા તેમના સગા સબંધીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ ગભરાઈ જાય છે. કોરોના પણ અન્ય મલેરિયા, ડેન્ગ્યુ જેવી મહામારી જ છે, જેની સારવાર શક્ય છે. લોકોએ એનાથી ગભરાવાને બદલે સારા તબીબ પાસે તેનું નિદાન અને સારવાર કરાવવી હિતાવહ છે. આવા સમયે ભગત-ભૂવા પાસે જવાને બદલે યોગ્ય સારવાર લેવી.
આશાવાદી બનો નિષ્ણાંત તબીબની સલાહ લેવી આ પણ વાંચોઃ કોરોનાગ્રસ્ત દર્દીઓને વીડિયો કાઉન્સિલિંગ કરવાની આણંદ પોલીસની પહેલ
કોરોના પણ અન્ય બીમારીની જેમ એક બીમારી છે
આવા સમયે હંમેશા યાદ રાખો કે કોરોના પણ અન્ય બીમારીની જેમ એક બીમારી છે, તેની સારવાર શક્ય છે. એટલે ગભરાયા વિના સારા તબીબ પાસે તેનો ઈલાજ કરાવો, તબીબોનું માર્ગદર્શન મેળવો. આ સમયે તંત્ર-મંત્ર કે ભગત ભૂવા પાસે જવાનું ટાળો.
કોરોનામાં લોકોના મન પર થઇ રહી છે માનસિક અસર માનસિક રોગોમાં ICU સાઇકોસીસ દર્દીઓનું પ્રમાણ જોવા મળ્યું
કોરોના મહામારી દરમિયાન થતાં માનસિક રોગોમાં ICU સાઇકોસીસ દર્દીઓનું પ્રમાણ જોવા મળ્યું છે. જે દર્દીઓ સતત 14 દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાના કેટલાક દર્દીઓમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે. વેન્ટિલેટરના સતત આવતા બીપબીપ અવાજ, આસપાસમાં નજર સમક્ષ પણ અન્ય દર્દીઓ જ હોય એની અસર મગજ પર થાય છે અને માનસિક સંતુલન ખોરવાતું હોય છે.
આ પણ વાંચોઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયું
ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ કરવી
આ સમયે દર્દીને ઉંઘ નથી આવતી, સારવાર માટે સહયોગ નથી આપતા, સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે, એટલે સારવાર દરમિયાન ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ કરવી, જલ્દી સ્વસ્થ થવાની આશા જીવંત રાખવી જોઈએ.
માનસિક રોગોમાં ICU સાઇકોસીસ દર્દીઓનું પ્રમાણ જોવા મળ્યું સોશિયલ મીડિયામાં કે માન્યતાઓને આધારે ઉપાયો અજમાવવાનું ટાળો
પરિવારના કોઈ એક સભ્યને કોરોના થાય તો જરૂરી નથી કે અન્ય સભ્યોને પણ થાય એટલે એ અંગે ગભરાવાની જરૂર નથી. જેને કોરોના થયો છે તેને આઇસોલેટ કરો. સોશિયલ ડિસ્ટન્સ જાળવો પણ સાથે સાથે તેની દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડો, સતત હૂંફ આપો બની શકે તો PPE કીટ પહેરીને અથવા અન્ય સાવચેતી રાખી તેની સાથે સમય પસાર કરો. કોરોના સામે શરીરની સારી રોગપ્રતિકારક શક્તિ રક્ષણ આપે છે. એટલે એ અંગે નિષ્ણાત તબીબની સલાહ લેવી. સોશિયલ મીડિયામાં કે અન્ય માન્યતાઓને આધારે કોઈ ઉપાયો અજમાવવાનું ટાળો. આ રીતે માનસિક બીમારીથી દૂર રહી શકાય છે, અન્યોને દૂર રાખી શકાય છે.
નિષ્ણાતોનો મતેઃ ડેન્ગ્યુ, મલેરિયા બાદ સ્વસ્થ થઈ શકાય એ જ રીતે કોરોનાથી પણ સ્વસ્થ થઈ શકાય છે સૌથી મહત્વનું
મનોચિકિત્સક ડૉ. જીત નાદપરાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે માનસિક સ્વાસ્થ્ય કેળવવા સાથે આ મહામારીથી બચવાનો મહત્વનો ઉપાય કામ વગર ઘર બહાર નહિ નીકળવામાં છે. જો ઘર બહાર નીકળવું આવશ્યક જ હોય તો પૂરતી સાવચેતી સાથે નીકળો. યાદ રાખો કે જે રીતે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ થયા બાદ દર્દી સ્વસ્થ થઈ શકે છે તેમ કોરોનાના ચેપમાંથી પણ સ્વસ્થ થઈ શકાય છે. દરેક રોગચાળાનો અંત હોય છે. આ રોગચાળાનો પણ અંત આવશે. એ માટે આશાવાદી બનો સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરો, સાવચેત રહો અને બીજાને સાવચેત રાખો. કસરત, યોગ કરો અને પોતાની જાતને વ્યસ્ત રાખો.