વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારધા ગામે સારીણી ફળિયામાં રહેતા ૪૦ જેટલા લોકોની જિંદગી દોજખ જેવી બની છે. હજુ સુધી આ ગામમાં કોઈપણ ફળિયામાં વિકાસ જોવા મળતો નથી. આ ફળિયામાં જવા માટે લોકોને કોલક નદીના ચેકડેમ ઉપર પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થઈને જવું પડે છે. સાથે-સાથે આ ફળિયામાં જો કોઈનું મોત થાય તો, તેની નનામીને પણ લાકડી ઉપર બાંધી ઝોળી કરી ચેકડેમ ઉપર લઈ જવી પડે છે. આ સમગ્ર તકલીફ અંગે ETV ભારત દ્વારા અહેવાલ રજુ કરવામાં આવતા વલસાડ જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઈ દ્વારા વારધા ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ગામમાં લોકોની આવન-જાવન માટે કઈ રીતે વ્યવસ્થા ઊભા કરી શકાય તે અંગે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી.
ETV IMPACT: ઈટીવી ભારતના અહેવાલ બાદ વલસાડ ડીડીઓએ વારધા ગામની લીધી મુલાકાત - ETV ભારત
વલસાડ: કપરાડા તાલુકાના વારધા ગામના લોકોને આવવા-જવા માટે પડતી તકલીફને લઈને ETV ભારત દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં લોકોની દોજખ જેવી જિંદગી અંગેની સમસ્યાઓનો સમગ્ર ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આજે ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારીની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને લોકો સાથે આ સમસ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા રુપે નદી ઉપર હોડી દ્વારા અવરજવર થઈ શકે કે, કેમ તે અંગે ચર્ચા કરી હતી.
![ETV IMPACT: ઈટીવી ભારતના અહેવાલ બાદ વલસાડ ડીડીઓએ વારધા ગામની લીધી મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4215135-thumbnail-3x2-vld.jpg)
etv impact valsad
ETVના અહેવાલ બાદ વલસાડ ડીડીઓએ વારધા ગામની લીધી મુલાકાત
દેવાંગ દેસાઈએ કહ્યું કે, અહીં આગળ નદીમાં હોડી મુકી આવાગમન થઈ શકે કે, નહીં તે અંગે પણ શક્યતાઓ ચકાસી હતી અને જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. નોંધનીય છે કે, રક્ષાબંધન પર એક 10 વર્ષીય બાળક આજ ચેકડેમના કોઝ-વે ઉપરથી પસાર થતા નદીના પાણીમાં પરિવારની નજર સમક્ષ તણાઈ ગયો હતો. જેનો મૃતદેહ મળ્યા બાદ તેની પણ નનામી ઝોળી કરી લઈ જવાની ફરજ પડી હતી.