કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ગત વિધાનસભાની ચૂંટણીમાં 170 મતોએ ભાજપના ઉમેદવારને પછાડી ધારાસભ્ય તરીકે વિજય રહ્યા હતા જોકે કોંગ્રેસ માટે લોકસભા ની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે ત્યારે ઇટીવી ભારત સાથે તેમણે વિશેષ ચર્ચા કરી હતી
જીતુ ચૌધરીએ કહ્યું કે, વલસાડ અને ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે, ચૂંટણીના મહત્વના મુદાઓ લઈને હું ચૂંટણી મેદાનમાં ઉતરીશ છે. વલસાડમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે, ગેસ લાઈન, વગેરે જે જમીન માંથી પસાર થાય છે. તે વિકાસનો વિરોધ નથી,પરંતુ ખેડુતોને જંત્રીના ભાવ નહિ પરંતુ માર્કેટ વેલ્યુ મુજબ વળતર મળવું જોઈએ.
કપરાડાના ધારાસભ્ય સાથે ETV ભારતની ખાસ વાતચીત ગામડાની વાત કરીયે તો 2006માં બનેલાં એફ.આર.સી જંગલ જમીન કાયદો જેઓ જંગલમાં રહે છે, તેમને જમીન આપાવવી. સાથે સાથે નવસારી વલસાડમાં સરકારે જે પાક વીમા યોજના ઘડી છે.
જેમાં દક્ષિણ ગુજરાતના મહત્વ ના પાકનો સમાવેશ કર્યો જ નથી આ યોજનામાં માત્ર નાગલી તુવર અને અડદ સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના મહત્વના પાક શેરડી ,ચીકુ,કેરી અને ડાંગરનો પાકનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય મુદ્દાની જરૂર નથી માત્ર ભાજપ સરકારે 2014માં લોકોને કરેલા વાયદા જ યાદ કરાવવાના છે. સ્થાનિક મુદ્દા લઈને ચૂંટણી મેદાનમાં ઉતરીશ તેવી વાત જીતું ભાઈએ કરી હતી.