કપરાડાઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગઢવી ગામે આવેલા ધારણમાળ ફળિયામાં છેલ્લા છ માસથી પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતાં 27 જેટલા બાળકોને અન્નપૂર્ણા યોજના હેઠળ આપવામાં આવતો અનાજનો જથ્થો પૂરો પાડવામાં નહોતો આવ્યો. આ વાત છ માસ જેટલો સમય વીતી ગયો છતાં નિષ્ક્રિયા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતા. આ અંગે ETV BHARATની ટીમ દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર બાબતની જાણકારી ધરણમાળ ફળીયાના એક સ્થાનિક અગ્રણીઓએ મામલતદાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી તેમને આ બાબતે માહિતગાર કર્યા હતા, ત્યાર બાદ ETV BHARATની ટીમ દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં આગળ તપાસ કરતા 27 જેટલા બાળકોના અન્નપૂર્ણા યોજના જોબકાર્ડ છ માસથી સદંતર કોરા જણાયા હતા. સસ્તા અનાજની દુકાન દારે આ બાળકોને તો અનાજ નહોતું આપ્યું. સાથે સાથે ગામના લોકોને પણ છ માસથી અનાજનો પુરવઠો પૂરો પાડયો ન હોવાનું સામે આવ્યું હતું.