- ચૂંટણી અધિકારીએ બેઠક યોજી
- બેઠકમાં ઉમેદવારોને EVM અંગે માહિતી આપી
- મતદાન દરમિયાન કોવિડ-19 અંતર્ગત તમામ સુવિધાઓ
ચૂંટણી અધિકારીઓએ ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન - How to vote in EVM
ઉમરગામ તાલુકામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોને ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને કોરોના ગાઈડલાઈન અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી જરૂરી સૂચનો કર્યા હતા.

વલસાડ :સોમવારે ઉમરગામની કુમારશાળાના બી.આર.સી. ભવનમાં ભાજપ, કોંગ્રેસ, બસપા અને આપ સહિત અપક્ષ ઉમેદવારો સાથે ચૂંટણી અધિકારીઓએ એક બેઠકનું આયોજન કરી ચૂંટણી પ્રચાર, મતદાન, EVM અને કોરોના ગાઈડલાઈન અંગે ઉપયોગી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. તેઓને EVMમાં મતદારે કઈ રીતે મતદાન કરવું, કઈ રીતે EVMમાં પોતાના મતને રજીસ્ટ્રર કરવો તે અંગેનું મહત્વ સમજાવ્યું હતું. કોરોના ગાઈડ લાઈનમાં તમામ નિયમોનું પાલન કરવા સુચન કર્યું હતું. ઉમેદવારોએ ચૂંટણીપંચની ગાઇડલાઇનને કઈ રીતે અનુસરવી તે અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.