ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાદ્ય તેલના ભાવમાં થયો ભડકો

દિવાળી બાદ તેલના ભાવોમાં વધારો થયો છે. સામાન્ય 1,450 રૂપિયા હતા. તે હવે વધીને રૂપિયા 2100 થી 2650 સુધી પહોંચ્યા છે. વધતા તેલના ભાવને કારણે આમ જનતા પર બોજો પડી રહ્યો છે.

ખાદ્ય તેલના ભાવમાં થયો ભડકો
ખાદ્ય તેલના ભાવમાં થયો ભડકો

By

Published : Mar 14, 2021, 7:03 PM IST

Updated : Mar 14, 2021, 7:42 PM IST

  • દિવાળી બાદ તેલના ભાવમાં વધારો
  • જે તેલના ડબ્બાનો ભાવ 1700 રૂપિયા હતા તે વધીને 2650 સુધી પહોંચ્યા
  • તેલના ભાવ વધતા વેપારીઓની હાલત પણ કફોડી બની છે, ખરીદીમાં ઘટાડો

વલસાડઃ કોરોનાની મહામારી બાદ મોંઘવારી ઓછી થવાનું નામ નથી લઈ રહી જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. ઘરમાં આવતી કમાણીનું મોટા ભાગે ઘર વપરાશની ચીજો ઉપર જ પૂર્ણ થઈ જતું હોય છે. સ્થિતિ કટોકટ બની રહી છે કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં રસોઈમાં તેલનો ઉપયોગ થતો ન હોય બજારમાં દિવાળી બાદ તેલના ભાવો જે સામાન્ય 1,450 રૂપિયા હતા. તે હવે વધીને રૂપિયા 2100 થી 2650 સુધી પહોંચી છે એમ કહીએ તો ખોટું નથી કે, તેલના ભાવોમાં થયેલો ભડકો મહિલાઓને દઝાડી રહ્યો છે.

તેલના ભાવમાં વધારો

ખાદ્ય તેલના વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવામાં આવતા તેલનો ભાવ દિવાળી બાદ સતત વધારો થયો છે. જેની પાછળનું કારણ છે કે સિંગ તેલ અને પામોલીન અને સન ફ્લાવર તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચો ગયો છે અને તેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.

ખાદ્ય તેલના ભાવમાં થયો ભડકો

મહિલાઓને રસોઈ અને બજેટ આ બંને ભાવવધતા મેનેજ કરવું મુશ્કેલ બન્યું છે

મહિલાઓની વાત કરીએ તો સામાન્ય પરિવારની ગૃહિણી જે અગાઉ એક ડબ્બો તેલનો ખરીદી કરતી હતી. તે હવે માત્ર 500 ગ્રામના પાઉચ ખરીદી કરી અને પોતાનું ઘર ચલાવવા મજબૂર બની છે. કારણ કે, જો તેલનો ડબ્બો ખરીદી કરે તો અન્ય બજેટ ખોરવાઇ શકે છે અને મહિલાઓ ચિંતા પણ વ્યક્ત કરી કે જો આગામી દિવસમાં તેલના ભાવ વધશે. તો નક્કી મહિલાઓને પાણીમાં જ શાક રાંધવાનો વારો આવશે.

કેટલા ભાવ હતા અને દિવાળી બાદ કેટલા ભાવ વધ્યા

  • કપાસિયા તેલ જે દિવાળી પહેલા 1700 રૂપિયા હતા તે હાલ વધીને 2,170 રૂપિયા પહોંચ્યું છે
  • સનફ્લાવર ઓઈલ જે દિવાળી પહેલા 1,790 રૂપિયા હતા તે હાલ વધીને 2,650 રૂપિયા પર પહોંચ્યું છે
  • ખાદ્ય તેલના ડબ્બાની વાત કરીએ તો દિવાળી પહેલા 1,790 ના ભાવે વેચાણ થતું હતું તે હવે વધીને 2600 રૂપિયા ઉપર પહોંચ્યું છે
  • કપાસીયાના તેલના ડબ્બાની વાત કરીએ તો જે દિવાળી પહેલા 1500 રૂપિયાની કિંમત હતી. તે વધીને 1980 રૂપિયા પર પહોંચી છે

આમ દિવાળી બાદ વાત કરીએ તો સરેરાશ તેલના ડબ્બાના ભાવમાં 700થી 750 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેના લીધે મધ્યમ વર્ગીય પરિવારની મહિલાઓની સ્થિતિ દયનીય બની છે અને હજુ પણ ભાવવધારો તોળાઇ રહ્યો છે.

Last Updated : Mar 14, 2021, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details