વલસાડઃ શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વલસાડ શહેરમાં અને વાપી વિસ્તારમાં આવેલા ભૂકંપના પગલે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. જેને પગલે શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના ધૂંધલવાડી નજીકમાં આવેલા ચીંચાલે ગામ પાસે જમીન માં 3.કિમી ઊંડે ભૂકંપનું ઉદગમ સ્થાન હતું. જેને લઈને રાત્રે 12:5 કલાકે ધરા ધ્રૂજી ઉઠી હતી અને તેના આફ્ટર શોક છેક વલસાડ શહેર વાપી પારડી સહિતના આસપાસના ગામોમાં લાગ્યા હતા. મોડી રાત્રે લાગેલા આંચકાને પગલે લોકો ગભરાઈ ઘરની બહાર નીકળી આવ્યા હતા.
મહારાષ્ટ્રના ભૂકંપના આફ્ટર શોકથી વલસાડની ધરા ધ્રૂજી, લોકોમાં ફેલાયો ભયનો માહોલ - પાલઘરમાં ધરતીકંપ
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ધૂંધલ વાડી નજીક શુક્રવારે મોડી રાત્રે 3.5 નો ભૂકંપ આવ્યો હતો. જેને લઇને આવતા શોપના આજકાલ વલસાડ શહેર સુધી અને આસપાસના ગામોમાં જોવા મળ્યા હતા.
Valsad News
વલસાડ શહેરમાં પણ મોડી રાત્રે લોકો ઘરની બહાર અને સોસાયટીની બહાર આંચકાને પગલે બહાર નીકળી આવ્યા હતા. વલસાડમાં અંદાજિત 4 જેટલા આંચકા લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
મહત્વનું છે કે, વલસાડ નજીકમાં આવેલા મહારાષ્ટ્રની બોર્ડરના ગામો એમાં પણ પાલઘર જિલ્લામાં સમાયંતરે ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. જોકે શુક્રવારે આવેલા 3.5 મેગ્નિટ્યુટનો ભૂકંપ આવતા તેના આફ્ટરશોકથી ધરા ધ્રૂજી ઉઠી હતી.