ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુર: ગ્રામ પંચાયતના ઈ-ઓપરેટરો કાયમી કરવાની માગ સાથે આવેદનપત્ર આપી હડતાળ પર ઉતર્યા - gujrat news

વલસાડના ધરમપુર તાલુકાના ઈ-ગ્રામ ઓપરેટર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મામતલદાર TDO તલાટીને આવેદનપત્ર આપીને કમિશન પ્રથા નાબૂદ કરી નોકરી કાયમી કરવાની માંગ કરી છે. આ સાથે જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ઉપર ઉતર્યા છે.

E-operators
E-operators

By

Published : Oct 1, 2020, 10:52 PM IST

વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના ઇ.ગ્રામ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકારને કમિશન પ્રથા હટાવવાની માગ કરી છે. ફિક્સ પગાર કરી કાયમી નોકરી અને વર્ગ-3નો દરજજો આપવો તેમજ અગાઉનું બાકી મહેનતાણું ચૂકવવાની માગણી સાથે ધરમપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીને આવેદનપત્ર આપ્યુ છે. શુક્રવારથી જ્યાં સુધી માગણીઓ પુરી ના થાઈ ત્યાં સુધી હડતાલ પર ઉતરવાનું ઇ-ગ્રામ ઓપરેટરો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ધરમપુર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ 178 વિધાનસભા સોશિયલ મીડિયા કોર્ડીંનેટર હેમંતભાઈ પટેલ અને ઈ-ગ્રામ ઓપરેટરો ગોવિંદભાઇ કરંજવેરી ગ્રામપંચાયત, અવિનાશ ભાઈ મોટીઢોલ ડુંગરી ગ્રામપંચાયત, મહેશભાઈ ગુદીયા ગ્રામપંચાયત, ઉજવલભાઈ ખારવેલ ગ્રામપંચાયત, અજયભાઈ આસુરા ગ્રામપંચાયત, વર્ષાબેન ફૂલવાડી ગ્રામપંચાયત, નિમિષા બેન બીલપુડી ગ્રામપંચાયત, સોહીનાબેન બામટી ગ્રામપંચાયત, પ્રતિકભાઈ વિરવલ ગ્રામપંચાયત, દિવ્યેશ ભાઇ કાગવી ગ્રામપંચાયત, હિતેશ ભાઈ બરસોલ ગ્રામvalsadપંચાયત, જીતુભાઇ તીસકરી ગ્રામપંચાયત, સંજયભાઈ બરોલીયા ગ્રામપંચાયત, દર્શીતભાઈ કાકડકુવા ગ્રામપંચાયત, જનકભાઈ માંકડમન ગ્રામપંચાયત, રંજીતભાઈ હંનમતમાલ ગ્રામપંચાયત, રમેશભાઈ આંબાટલાટ ગ્રામપંચાયત, ભાવેશભાઈ ખાંડા ગ્રામપંચાયત, શાંતિલાલ ભાઈ પીડવળ ગ્રામપંચાયત, કૌશલબેન તૂટરખેડ ગ્રામપંચાયત અને વિવિધ ગામોના ઇ ગ્રામ ઓપરેટરો હાજર રહ્યા હતા.

આમ 20 ગ્રામ પંચાયતના ઓપરેટરો આવેદનપત્ર આપીને હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details