ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં કોરોનાકાળમાં પણ તેજી અકબંધ રહેતા સરકારની તિજોરી છલકી - કોરોનાકાળ

દેશ અને વિશ્વમાં 2 વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ધંધારોજગાર પર સરકારની અનેક પાબંધીઓ રહ્યા બાદ હવે છૂટછાટ અપાઈ રહી છે. જો કે કોરોના કાળમાં પણ ધંધારોજગારને કોઈ મોટી અડચણ આવી નથી. અનેક સેકટરમાં તેજી અવિરત રહી છે. એમાં પણ વાપી નગરપાલિકા અને વાપી GIDC માં કોરોનાકાળ તેજીમાં વીત્યો છે. રીયલ એસ્ટેટ અને ઔદ્યોગિકક્ષેત્રે વિકાસ અવિરત રહેતા સરકારની તિજોરી પણ છલકાઈ છે.

વાપીમાં કોરોનાકાળમાં પણ તેજી અકબંધ રહેતા સરકારની તિજોરી છલકી
વાપીમાં કોરોનાકાળમાં પણ તેજી અકબંધ રહેતા સરકારની તિજોરી છલકી

By

Published : Aug 18, 2021, 4:29 PM IST

Updated : Aug 18, 2021, 5:07 PM IST

  • કોરોનાકાળમાં વાપી નગરપાલિકાએ 97.52 ટકા મિલકત વેરો વસૂલ્યો
  • વાપી GIDC માં ઉદ્યોગો ધમધમતા રહ્યાં
  • 3 વર્ષમાં વાપી નગરપાલિકામાં 4392 મિલકતોની આકારણી થઈ


    વાપી : વાપી નગરપાલિકા વિસ્તારમાં નાણાકીય વર્ષ 2019 થી ઓગસ્ટ 2021 દરમ્યાન 4392 મિલકતોની આકારણી થઈ છે. જ્યારે વાપી GIDC વિસ્તારમાં એપ્રિલ 2018થી ઓગસ્ટ 2021 સુધીમાં 920 અરજીઓ મંજૂર થઈ છે. નગરપાલિકામાં કોરોનાકાળમાં પાલિકાએ 97.52 ટકા સુધી નો મિલકત વેરો વસુલયો છે. જ્યારે વાપી GIDCએ 20.41 કરોડ જેવી રકમ ફી પેટે મેળવી છે.
    રીયલ એસ્ટેટ અને ઔદ્યોગિકક્ષેત્રે વિકાસ અવિરત રહેતા સરકારની તિજોરી પણ છલકાઈ



    અનેક સેકટરમાં તેજી અવિરત રહી
    વલસાડ જિલ્લામાં વાપી તાલુકો ઔદ્યોગિક વસાહત તરીકે જાણીતો છે. વાપી નગરપાલિકા 22.44 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ છે. વાપી GIDC-નોટિફાઇડ વિસ્તાર 1117 હેકટરમાં ફેલાયેલો છે. ત્યારે, હાલ દેશ અને વિશ્વમાં 2 વર્ષથી કોરોના હાહાકાર મચાવી રહ્યો હોવા છતાં પણ આ વિસ્તારમાં ધંધા રોજગારને કોઈ મોટી અડચણ આવી નથી. અનેક સેકટરમાં તેજી અવિરત રહી છે. વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ આપેલી વિગતો મુજબ નાણાકીય વર્ષ 2019-20માં 3042, વર્ષ 2020-21માં 973 અને ચાલુ વર્ષ 2021-22માં ઓગસ્ટ મહિના સુધીમાં 372 મિલકતોની આકારણી થઈ છે.

    વાપી નગરપાલિકામાં મિલકતધારકોએ બતાવ્યો ઉત્સાહ

    વર્ષ 2020 અને 2021 કોરોના કાળના પંજામાં રહ્યા બાદ વાપી નગરપાલિકાએ મિલકત વેરામાં દંડ અને રિબેટની યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકારે ટેક્સમાં રાહત આપી જેને પ્રતાપે વર્ષ 2020-21માં 97.52 ટકા સુધીની ટેક્સ વસુલાતની સિદ્ધિ મેળવી. વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં 56 ટકા વસુલાત થઈ જે બતાવે છે કે કોરોના કાળમાં તેજી અકબંધ રહી છે અને સરકારની તિજોરી છલકાવી છે. વાપી નગરપાલિકા 14 વોર્ડમાં વહેંચાયેલી "અ" વર્ગની નગરપાલિકા છે.

    20,41,65,289 રૂપિયા તિજોરીમાં જમા કરાવ્યાં

    વાપી નગરપાલિકાની જેમ વાપી GIDC માં પણ તેજી અકબંધ રહી છે. 1117 હેકટરમાં પથરાયેલ વાપી અદ્યોગિક વસાહતમાં એપ્રિલ 2018થી ઓગસ્ટ 2021 સુધીમાં નવા બાંધકામ માટે 920 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેની ફી પેટે 20,41,65,289 રૂપિયા તિજોરીમાં જમા કરાવ્યાં છે.


    ઉલ્લેખનીય છે કે પાછલા ત્રણેક વર્ષમાં રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રે અનેક નવા નિયમો અમલી બનાવ્યા છે. કોરોનાકાળમાં 5 મહિના લોકડાઉનમાં વીત્યા હતાં. તેમ છતાં વાપી જેવા વિસ્તારમાં પણ મિલકતોમાં કોઈ મંદી વર્તાઈ નથી. 3 વર્ષના આંકડા બતાવે છે કે, રીયલ એસ્ટેટ સહિત તમામ ક્ષેત્રે તેજી અવિરત રહી છે. મંદીની બૂમ હકીકતથી વિપરીત છે. જે કદાચ દરેક સેક્ટરના માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.

આ પણ વાંચોઃ વાપીના વેપારીનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગનાર આરોપી ઝડપાયા

Last Updated : Aug 18, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details