- વાપીમાં બોગસ દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરતા તબીબની ધરપકડ કરાઈ
- પોલીસે હાલ આ બંને તબીબો સામે ગુનો નોંધ્યો
- કમ્પાઉન્ડર તાહિર ખાલીદખાન બોગસ પ્રેક્ટિસ કરતા ઝડપાયા
વલસાડ: જિલ્લાના વાપીમાં GIDC ચાર રસ્તા પાસે વર્ષોથી આયુર્વેદિક અને યુનાની દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરતા તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતની જાણ વાપી આરોગ્ય વિભાગના તાલુકા ઓફિસર ડો. મૌલિક પટેલને મળી હતી. જેને આધારે તેમણે વલસાડ LCB ને સાથે રાખી દવાખાનામાં રેડ કરતા ઉત્તમ આયુર્વેદિક દવાખાનાના ડોકટર દાનીશ આલમગીર શૈખ અને તેનો કમ્પાઉન્ડર તાહિર ખાલીદખાન બોગસ પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.
વાપીમાં આયુર્વેદિક અને યુનાની દવાખાનું ચલાવતા બોગસ તબીબની ધરપકડ કરાઈ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 મુજબ ગુનો નોંધ્યો
પોલીસે ઉત્તમ દવાખાનામાં ગુપ્તરોગની સારવાર માટે રજિસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. દવાખાનામાં આયુર્વેદિક અને યુનાની દવાના જથ્થા સાથે કુલ 15,340 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ આ બંને તબીબો સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 મુજબ ગુનોં નોંધી વધુ તપાસ માટે GIDC પોલીસને હવાલે કર્યા છે.
બોગસ તબીબોને ઝડપી પાડવા વલસાડ જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા તપાસ શરુ
બોગસ તબીબોને ઝડપી પાડવા વલસાડ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા તપાસ હાથ ધરી છે. જેમાં જે પણ તબીબ રજિસ્ટ્રેશન વગર અથવા તો માનદ પદવી વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તબીબી વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું હોવાનું વાપી ડિવિઝનના DYSP વિરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.