- વલસાડ પોલીસ ને વાહન ચેકિંગ દરમ્યાન મળી આવ્યું એમ.ડી. ડ્રગ્સ
- 58 ગ્રામ એમ ડી ડ્રગ્સ સાથે 2 ઈસમો મુંબઈ થી જતા હતા અમદાવાદ
- વાઘલધરા ચેકપોસ્ટ પર અલ્ટો કાર અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ
વલસાડઃ ડુંગરી નજીક વાઘલધરા ચેકપોષ્ટ પર પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસે 58 ગ્રામ એમ. ડી. ડ્રગ્સ સાથે 3 શખ્સને ઝડપી લીધા હતા. આ સાથે જ પોલીસે 5,83,600 સહિત 7,94,000 રૂપિયાની રોકડમ રકમ કબજે કરી હતી.
આ પણ વાંચો-Md ડ્રગ્સ લીધા બાદ યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવાર ખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનના ધક્કા
આરોપીઓ મુંબઈથી સુરત લઈ જતા હતા ડ્રગ્સ
સામાન્ય રીતે વલસાડ જિલ્લા પોલીસ તહેવારોના સમયમાં જિલ્લાના પ્રવેશદ્વાર ઉપર વાહન ચેકિંગ અભિયાન કરે છે, પરંતુ એનો મોટો ફાયદો એ છે કે, ગેરકાયદે ચાલતી મોટા ભાગની પ્રવૃત્તિ ડામી શકાય છે. એમાં પણ દારૂની ખેપ કરતા કે અન્ય પ્રવૃત્તિ કરનારા વાહન ચેકિંગમાં જ ઝડપાઈ જતા હોય છે ત્યારે મુંબઈથી સુરત કારમાં એમ. ડી. ડ્રગ્સ લઈ ને જતા 3 શખ્સને ડુંગરી પોલીસે ઝડપી લીધા છે.
અલ્ટો કારમાં સવાર 3 શખ્સ પાસેથી 58 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળ્યું