ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Rain: વલસાડ જિલ્લામાં અનેક સ્થળે વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ચિંતા વધી - Due to the entry of rain at many places

વલસાડ જિલ્લામાં રવિવારે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ અને વાપી તાલુકા સહિત જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. આંબાવાડી ઉપર નભતા ખેડૂતોમાં કેરીના તૈયાર પાકને લઈને ભારે ચિંતા છવાઈ ગઈ હતી.

due-to-the-entry-of-rain-at-many-places-in-valsad-district-farmers-are-worried
due-to-the-entry-of-rain-at-many-places-in-valsad-district-farmers-are-worried

By

Published : Jun 4, 2023, 3:21 PM IST

વલસાડ જિલ્લામાં રવિવારે સવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો

વલસાડ: વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે જૂન માસની 15 તારીખ બાદ વરસાદનું વિધિવત આગમન થઈ જાય છે પરંતુ આ વખતે 5 જૂન પહેલા જ વરસાદે દસ્તક દીધી છે. વરસાદને પગલે આંબા વાડી ધરાવતા ખેડૂતોને નુકશાન થવાની દહેશત વધી છે. હજુ અનેક ખેડૂતો ઝાડ ઉપરથી કેરી ઉતારવાની બાકી છે. અચાનક વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.

હવામાન વિભાગની આગાહી:હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થશે. જેને પગલે વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રના બોર્ડરના ગામો કપરાડા અને ધરમપુર વિસ્તારના અને વાપી તાલુકાના ગામોમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા વરસાદ નોંધાયો છે. સવારે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી.

ગાજવીજ સાથે વરસાદ:વહેલી સવારે 9:30 બાદ અચાનક વાતવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે સતત 30 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી. નાના બાળકો અને યુવાનોએ વરસાદની મઝા માણી હતી. અચાનક વરસાદ પડતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

કેરીના ભાવ વરસાદ થતાં ગગડે તેવી સ્થિતિ: બજારના વેપારીઓનું માનીએ તો વરસાદ પડતાં અનેક ખેડૂતો કેરીઓ ઉતારી લઈ જલ્દીથી જલ્દી કેરી માર્કેટમાં આપી ખેડૂતો ખેતરની કામગીરીથી છુટ્ટા થવાની ઉતાવળમાં મોટા ભાગના ખેડૂતો એક સાથે કેરીઓ ઉતારી લેશે. કેરી માર્કેટમાં લાવતા માર્કેટમાં કેરીની આવક વધી જતાં તેના ભાવ ગગડે એવી શક્યતા રહેલી છે.

'વરસાદને કારણે કેરીને નુકશાન થાય એમ નથી પરંતુ વરસાદ થતા ખેડૂતોને કેરીના ભાવ ઓછા મળે એવી દહેશત વધી છે. જેને પગલે ખેડૂતોમાં વરસાદી માહોલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.' -જીવન ભાઈ, ધરમપુર વિસ્તારના ખેડૂત

ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો?:વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમાં,ખેરલાવ, દુમલાવ, અંબાચ, ચિવલ, પંચલાઈ, અરનાલા, ધગડમાર, વાઘછીપા, બાલદા જેવા ગામોમાં જ્યારે ધરમપુરમાં હનુમતમાળ, આવધા, રાજપુરી જંગલ, પીપરોળ, પંગારબારી, વાઘવડ, બીલપુડી, ભેંસધરા, ધરમપુર શહેર તેમજ કપરાડામાં માલઘર, સુથાર પાડા, દાબખલ, કરજૂન, વાલવેરી, વારોલી જંગલ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.

  1. Banaskantha Unseasonal Rain: બાજરીના પાકમાં ભારે નુકસાન, ગ્રાઉન્ડ રીપોર્ટમાંથી સામે આવી આ વાત
  2. Gujarat Weather Updates:અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વરસાદ શરૂ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details