ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ - વલસાડના સમાચાર

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 18ના રોજ સમુદ્રમાં તૌકતે નામનું વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીકથી પસાર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. તેને લઈને તંત્ર દરેક રીતે સંપૂર્ણ છે, સજ્જ છે. જોકે તારીખ 18ના રોજ એ સમુદ્રમાંથી પસાર થનાર છે ત્યારે અત્યારથી જ પવન ફૂંકાવાની શરૂઆત સાથે દરિયાના મોજા પણ ઊંચે ઉછડતાં જોવા મળી રહ્યા છે. માછિમારી કરવા ગયેલી 40થી વધુ બોટોને પરત બોલાવવા માટેના સંદેશાઓ પણ આપી દેવામાં આવ્યા છે.

વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ
વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ

By

Published : May 15, 2021, 8:19 PM IST

  • તૌકતે વાવાઝોડાને લઇને વહીવટી તંત્ર સજ્જ
  • સમુદ્ર કિનારાના 3 કિમિ ત્રીજીયામાં આવતા ગામોને એલર્ટ કરાયા
  • તાલુકા વર્ગ-1ના અધિકારીને તાલુકાના નોડલ ઓફિસર બનવાયા
  • માછીમારો ને દરિયો ન ખેડવા સલાહ

વલસાડઃ આગામી તારીખ 18ના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વલસાડનાં અરબી સમુદ્ર પાસેથી પસાર થનારા વાવાઝોડાની આગાહીને પગલે કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવું વહીવટીતંત્ર દરેક રીતે સજ્જ બન્યું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી. જેમાં દરેક તાલુકાના વર્ગ-1ના અધિકારીઓ જે તે તાલુકાના નોડલ ઓફિસર તરીકે કરવામાં આવી સાથે સમુદ્ર નજીકના આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ

આ પણ વાંચોઃ જામનગર દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની થઈ શકે છે અસર

વાવાઝોડાને લઇને 20થી વધુ ગામોને કરાયા એલર્ટ

જિલ્લામાં કાંઠા વિસ્તારમાં કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 20થી વધુ ગામો વાવાઝોડાની આગાહીને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી કરીને કોઈને પણ જાનમાલનું નુકસાન પહોંચે નહીં. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તે વિસ્તારના ગામોમાં આવેલી સ્કુલમાં આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું છે જેથી કરીને તો જરૂર જણાય તો તેવા સમયે લોકોને સ્કૂલમાં આશ્રય આપી શકાય.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર સિગ્નલ 1 લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ-સૂચન અપાયા

વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં રહીને માછીમારીનો ધંધો અને વ્યવસાય કરનારા જે પણ લોકો હોય તે તમામ દરિયામાં પોતાની બોટ લઈને પહોંચ્યા હોય તેમને બોલાવી લેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે અને આગાહીના ચાર-પાંચ દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવશે. જેથી કરીને કોઈપણ વ્યક્તિને જાનમાલનું નુકસાન ન પહોંચે.

ABOUT THE AUTHOR

...view details