ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન, VIDEO - વલસાડમાં NDRFની ટીમ

વલસાડમાં મેધરાજાએ ધમાકેદારે બેટિંગ (in Valsad) બોલાવી છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરતા લોકોની હાલત દયનીત બની છે. ત્યારે વરસાદી પાણી ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી (Valsad Rescue operation by helicopter) કામગીરી સામે આવી છે.

વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન, VIDEO
વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન, VIDEO

By

Published : Jul 11, 2022, 1:18 PM IST

Updated : Jul 11, 2022, 4:04 PM IST

વલસાડ :વલસાડમાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી ચાલુ કામ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે (Rain in Valsad) વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં દયનીય પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે વલસાડમાં વરસાદે દમદાર બેટિંગ બોલાવી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતા લોકોની હાલત કફોડી બની છે. જેને લઈને હેલિકોપ્ટરના મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન

આ પણ વાંચો :વરસાદમાં ફસાયેલા દર્દીનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ, Live Video

હેલિકોપ્ટરથી કામગીરી - વલસાડમાં ભારે વરસાદના પગલે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્ક વિહોણું થયું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેને લઈને વરસાદી પાણીમાં ફસાયેલા 4 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુઓપરેશન કરવામાં આવ્યું હતું. વલસાડના હિંગળાજ ગામે પોસ્ટકાર્ડના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં દમણ કોચગાર્ડના હેલિકોપ્ટર દ્વારા તેઓને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા. પાણીમાં ફસાવાને કારણે હેલિકોપ્ટર દ્વારા એક બાદ એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો :વરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા

લોકોને બચાવવા કામગીરી - હેલિકોપ્ટરથી ચાર લોકોને સુરક્ષિત બચાવાયાના (Valsad Rescue operation by helicopter) સમાચાર સામે આવ્યા છે. જળતાંડવમાં દમણ કોસ્ટગાર્ડની ઉત્તમ કામગીરી સામે આવી છે. સાથે જ નવસારી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી. NDRFની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં NDRFના (NDRF team in Valsad) જવાનો સતત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Last Updated : Jul 11, 2022, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details