નિસર્ગ વાવાઝોડાનાં સંભવિત સંકટ વચ્ચે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા - due to nisarg cyclone around 1000 people evacuated to safe place
હવામાન વિભાગની સૂચના મુજબ નિસર્ગ વાવાઝોડું વલસાડ જિલ્લામાં ત્રાટકવાનીશક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ કાંઠા વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ શરુ કરી છે. વહીવટી તંત્ર દ્વારા ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકો સાથે આ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
નિસર્ગ વાવાઝોડાનાં સંભવિત સંકટ વચ્ચે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઉદવાડા:નિસર્ગ નામના વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લાના ઉદવાડા અને ઉમરસાડી અને ઉમરગામ ગામનાં કાંઠા વિસ્તારના 1000 જેટલા લોકોને મંગળવારે 12 વાગ્યા બાદ તંત્રએ બનાવેલા શેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે વલસાડ જિલ્લા DYSP વિષ્ણુ પટેલ, TDO સી. વી. લટાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે જાનમાલની નુકસાની ન થાય તે માટે ગામલોકોને સાવચેત કરાયા છે.