ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં સામાજિક સંસ્થાઓની અપીલ: ઘરે રહો સ્વસ્થ રહો જમવાનું અને રાશન અમે આપીશું - coronavirus

કોરોનાના કહેરના કારણે ઘરમાં જ લોકડાઉન થયેલા શ્રમજીવી લોકો છે, તેઓને રોજનું જમવાનું અને અનાજ કારિયાણુ આપવા માટે વાપીમાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ સતત સેવાની સરવાણી વહાવી રહી છે. લોકડાઉનના 10 દિવસમાં આ ટ્રસ્ટ દ્વારા 17,000 ભૂખ્યા જનોને ભોજન આપ્યું છે. તેમજ 3000 પરિવારોને રાશનની કીટ આપી છે.

lockdown-appeals-to-social-organizations-stay-home-stay-healthy-we-will-provide-food-and-ration
રાશન અમે આપીશું

By

Published : Apr 4, 2020, 4:52 PM IST

વલસાડ: સમાજના યુવાનો લોકડાઉનમાં સતત લોકોને આ મદદ કરી રહ્યાં છે. આ માટે સંસ્થાના સ્વયં સેવકો જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે કે, શેરી મહોલ્લામાં જઈને આ વિતરણ કરે છે.

સામાજિક સંસ્થાઓની અપીલ: ઘરે રહો સ્વસ્થ રહો

આ અંગે ETV ભારતના માધ્યમથી સમાજના યુવાનોએ લોકોને અપીલ કરી હતી કે, તમે મોદીજીના લોકડાઉનના એલાનને સમર્થન આપો ઘરે રહો સ્વસ્થ રહો, કોરોનાની મહામારીથી દૂર રહેવાનો આ એક જ રામબાણ ઈલાજ છે. લોકોને જે કંઈપણ જરૂરિયાત છે. તે માટે અમે ઘરે આવીને આપી જઈશું.

ઘરે રહો સ્વસ્થ રહો જમવાનું અને રાશન અમે આપીશું

શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળના કાર્યકર્તાઓ દ્વારા 10 દિવસમાં 17,000 લોકોને ભોજન કરાવ્યું છે. 3000 પરિવારોને અનાજ કરિયાણાની કીટ આપી છે અને આ માટે અન્ય કોઈ સંસ્થા પાસેથી કોઈ જ મદદ લેવામાં આવી નથી.

ઘરે રહો સ્વસ્થ રહો જમવાનું અને રાશન અમે આપીશું

હજૂ પણ આગામી દિવસો દરમિયાન આ સેવાની સરવાણી અવિરતપણે શરૂ રાખવા પણ સંસ્થા દ્રઢ નિશ્ચયી બન્યા છે. આવી અન્ય સંસ્થાઓ પણ છે જે ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે, ETV ભારતની પણ દેશના દરેક નાગરિકને અપીલ કરે છે કે, ઘરે રહો અને કોરોનાની મહામારી સામે પોતાને પોતાના પરિવારને દૂર રાખો.

ABOUT THE AUTHOR

...view details