વલસાડઃ જિલ્લામાં 10 જુલાઈથી લઈને 17 જુલાઈ સુધીમાં મેઘરાજાએ (Heavy rain in Valsad )પોતાની ધુઆધાર બેટિંગ કરી છે. જેના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે આ સમસ્યાના કારણે બાઈક ચાલકોને(tire blowout incident) મુશ્કેલી પડી હતી. પરંતુ વધુ મુશ્કેલી વરસાદ ગયા બાદ મોટર કાર ચાલકોને થઈ રહી છે.
વાહન ચાલક મુશ્કેલીમાં મુકાઈ જતા હોય -ભારે વરસાદના કારણે(Heavy rain in Gujarat) રોડ રસ્તા ધોવાઈ જવાને કારણે માર્ગમાં પડેલા ખાડામાં (Rain potholes on road )વાહનો પડતા ચાર ચકરી વાહનોના માલિકોને ગાડીના ટાયરો ફૂટવા કે સસ્પેન્શન તૂટી જવા જેવી ઘટનાઓ બની રહી છે. રોજિંદા વિવિધ ગેરેજોમાં આઠથી દસ જેટલી ગાડીઓ આવા કિસ્સાઓ લઈને પહોંચી રહી છે. જેમાં કેટલાક અંશે ગાડીઓને ઇન્સ્યોરન્સ હોવાથી લાભ મળે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકે પોતે જ ખર્ચ કરવાનો રહેતો હોય છે જેના કારણે વાહન ચાલક મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.
મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ રજૂ કર્યું -વલસાડ જિલ્લામાં જુલાઈ માસમાં મેઘરાજાએ પોતાની મહેર વસાવી છે. જેને લઇને અનેક જગ્યાઓ પર ભારે વરસાદ નોંધાયો છે. 10 જુલાઈથી લઈને 17 જુલાઇની વચ્ચે વલસાડ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ રજૂ કર્યું હતું જેના કારણે વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આવા કિસ્સાઓમાં અનેક વાહનોને તેમજ વાહન ચાલકોને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેમાં વધુ પ્રમાણમાં ટુ-વ્હીલર તેમજ ફોર વીલર ચાલકોની હાલત હાલ દયનીય બની ચૂકી છે.
બાઈકો બંધ થવાના કિસ્સા વધુ જોવા મળ્યા -બાઈક ચાલકો મોટાભાગે નવી બાઈક લે તે સમયે પહેલા પ્રથમ બે વર્ષ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. પરંતુ જેમ બાઈક જૂની થતી જાય તેમ મોટાભાગે વાહન ચાલકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જ લેતા હોય છે. જેથી ક્યારે પણ જો વાહનને ડેમેજ થાય તો તેવા કિસ્સામાં તેઓને વાહન રિપ્લેસમેન્ટ મળી શકે નહીં પરંતુ અકસ્માતના સમયે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરી શકાય એમ છે. આવા કિસ્સામાં ચોમાસા દરમિયાન બહુ જ જૂજ એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં બાઈક ચાલકોને ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવાની ફરજ પડી છે. મોટાભાગે વરસાદી પાણીમાંથી પસાર થતા બાઈક ચાલકોમાં વરસાદી પાણી ભરાઈ જતા બાઈકો બંધ થવાના કિસ્સા વધુ જોવા મળ્યા છે.
વલસાડથી ચારોટી સુધી નેશનલ હાઈવે પર મોટા ખાડા -જિલ્લામાં નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. નેશનલ હાઈવે મુંબઈ અને અમદાવાદ તરફના વલસાડથી ચારોટી સુધીના રોડ પર ચોમાસામાં બાકી બચ્યો નથી. હાઇવે ઉપર અનેક જગ્યાઓ પર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે પુરપાટ ઝડપે જતા વાહનો ખાડામાં પડવાને કારણે ટાયરો ફાટવા કે ટાયરોની રીંગ બેન્ડ થઈ જવી કે ટાયરો ફાટવાને કારણે અકસ્માત થવા જેવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોના ખિસ્સાનો ખર્ચ પણ વધી ગયો છે.