વલસાડ: જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આવેલા નરોલી ગામે વિજય રાઠોડની તબિયત લથડી હતી. જેને કેટલાક લક્ષણો કોરોના વાઇરસના જણાઈ આવતા તેને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. વિજય રાઠોડના પરિવાર અને વિજયભાઈના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિની મેડિકલ તપાસ કરવામાં આવી છે.
નરોલી ગામે 1 વ્યક્તિને કોરોના પોઝિટિવ પરિવારને ક્વોરેન્ટાઇન કરાયા - કોરોના વાઇરસ ગુજરાતમાં
રવિવારે દાદરા નગર હવેલીમાં આવેલા નરોલી ગામે એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વ્યકિતના ઘરમાં ઘરકામ કરતી મહિલાને પણ હોસ્પિટલમાં કોરેન્ટાઇન કરવામાં આવી છે.
વિજય રાઠોડના ઘરે ઘરકામ કરતી મહિલા સંગીતાબેન નવીનભાઈ ડાવરી જે કપરાડા તાલુકાના વારણા ગામમાં રહે છે. તેને પણ રાત્રે સેલવાસ વહીવટી તંત્ર મેડિકલ ટીમ મહિલાને તપાસ અર્થે સેલવાસ સિવિલમાં લઇ ગયા હતા. જો કે કપરાડા તાલુકાના વારણા ગામની મહિલાને સંઘ પ્રદેશ સેલવાસ નરોલીનું કોરોના કનેક્શન નીકળતા વલસાડ જિલ્લાના આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. વારણા ગામે મોડી રાત્રે પોહચી સંગીતાબેનના ઘર અને પરિવારને કોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. સાથે જ ઘરની આસપાસમાં એન્ટી બાયોટિક સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો છે.