વાપીમાં ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોથી વાહનચાલકો પરેશાન - road
ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગો હવે વાહનચાલકો માટે વધુ મુશ્કેલી સર્જી રહ્યા છે. સરકારના આદેશ બાદ આ બિસ્માર રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યું છે. જે હલકી ગુણવત્તાનું હોવાથી ધૂળની ડમરીઓમાં પરિવર્તિત થઈ વાહનચાલકોને બાબરાભૂત બનાવવા સાથે વાહનોમાં વધુ નુક્સાની નોતરી રહ્યા છે.
valsad
વાપીઃ વલસાડ જિલ્લામાં વાહનચાલકો માટે રસ્તાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઔદ્યોગિક નગરી વાપી જીઆઇડીસીના રસ્તાઓ, વાપી ટાઉનના રસ્તાઓ, દમણ-સેલવાસ તરફના મુખ્ય માર્ગ, ધરમપુર-નાસિક તરફના ધોરીમાર્ગનું ચોમાસામાં ધોવાણ અને ખાડા પડી ગયા હતાં. જેને લઈ વાહન ચાલકોને પરેશાનીમાંથી રાહત આપવા સરકારના આદેશ મુજબ હાલમાં પેચવર્ક કામગીરી કરવામાં આવી છે. જેમાં વપરાયેલા મટીરીયલ હલકી ગુણવત્તાનું હોય, હવે રસ્તાઓ પર તે ધૂળમાં પરિવર્તિત થઈ ધૂળની ડમરીઓ ઉભી કરી રહ્યું છે.