ગુજરાત

gujarat

ETV Bharat / state

Road Accident: મુંબઈ-અમદાવાદ હાઈવે પર 3 વાહનો વચ્ચે ટક્કર, 2ના મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર સોમવારે મોડી રાત્રે 3 વાહનો વચ્ચે ટ્ક્કર થઈ હતી. ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ આગ લાગતા ટ્રક ચાલક જીવતો ભૂંજાયો હતો. તેમજ ક્લીનરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Road Accident
Road Accident

By

Published : Jul 6, 2021, 9:21 AM IST

Updated : Jul 6, 2021, 11:03 AM IST

  • મુંબઈ-અમદાવાદ હાઈવે પર 3 વાહનો વચ્ચે ટક્કર
  • ભયાનક ટક્કર બાદ ટ્રકમાં લાગી આગ
  • ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનું મોત

વલસાડ: મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર સોમવારે મોડી રાત્રે 3 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ટ્રક ચાલકનું મોત થયું હતું. આ ઘટના વલસાડ (Valsad) જિલ્લાના પારડી પાસે થઈ બની હતી. ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ આગ લાગતા ટ્રક ચાલક જીવતો ભૂંજાયો હતો. તેમજ ક્લીનરનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમને માહિતી મળી હતી કે NH-48 પર અકસ્માત થયો છે. અમે આગને કાબૂમાં લેવા માટે વધુ બે ટેન્ડર મંગાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર 3 વાહનો વચ્ચે ટક્કર, 2ના મોત

આ પણ વાંચો:બગોદરા હાઈવે નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના મોત, 3 ઇજાગ્રસ્ત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર 3 વાહનો વચ્ચે ટક્કર

પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર સોમવારે મોડી રાત્રે 3 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, વાહનમાં આગ લાગી હતી. ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ આગ લાગતા ટ્રક ચાલક જીવતો ભૂંજાયો હતો. તેમજ ક્લીનરનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ આગને કાબુમાં લેવા માટે અગ્નિશામક દળને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ તપાસ હાથ ઘરી છે.

અગાઉ પણ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પહેલા મુંબઈ- અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર એક આવી જ ઘટના બની હતી. તેમાં પણ 2 ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી પરંતુ તે ઘટનામાં કોઈ જાનહાની થયાની સૂચના મળી નહોંતી.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર 3 વાહનો વચ્ચે ટક્કર, 2ના મોત

આ પણ વાંચો:જૂઓ મુંબઈ-પુણે એક્પ્રેસ-વે પરના અકસ્માતનો હૃદય કંપાવી નાખે તેવો વીડિયો...

આ પણ વાંચો: નડિયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 5ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: નડિયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 5ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: Accident News: ઉત્તરપ્રદેશમાં બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થતા 6નાં મોત, અનેક ઈજાગ્રસ્ત

Last Updated : Jul 6, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details