કપરાડા તાલુકામાં ઉનાળો શરૂ થતાની સાથે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે, ત્યારે આ સમસ્યાથી સ્કૂલો અને આશ્રમ શાળાઓ પણ બચી નથી. હાલમાં જ પ્રવેશ કાર્ય સ્કૂલોમાં શરૂ થયો છે, ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં રહીને પોતાનો અભ્યાસ કરતા હોય છે. આશ્રમશાળાઓમાં પણ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. જેને લઈને આજે મુળ મથક ખાતે આવેલી એક આશ્રમ શાળામાં 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેઓને સ્વયંમ જ પીવાનું પાણી ભરવું પડી રહ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. જેમાં બાળકો પાસે પાણી ભરવામાં આવતું હોવાનું પણ બહાર આવે છે. આ અંગે હવે કલેક્ટર કઈ રીતે તપાસ હાથ ધરશે તે તો આવાનારો સમય જ બતાવશે. પરંતુ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે તે વાત સ્પષ્ટ જાહેર થઈ છે.
આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ પાણી ભરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
વલસાડ: કપરાડા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં જોવા મળી રહી છે, ત્યારે સ્કૂલમાં પ્રવેશ અપાઇ ચૂક્યો છે અને સ્કૂલમાં પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓ મોટાભાગે આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા હોય છે. આવા સમયમાં આશ્રમ શાળાઓમાં પણ પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જેને લઇને કપરાડાની 1000mm શાળાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે આશ્રમશાળાની હકીકત સ્પષ્ટ કરી રહ્યો છે.
આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ પાણી ભરતા હોવાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાઇરલ
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્કૂલોમાં પણ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. જેને લઇને કેટલીક સ્કૂલોમાં મધ્યાન ભોજન યોજનામાં પણ પીવાનું પાણી યોગ્ય ઉપલબ્ધ ન મળતા મધ્યાન ભોજન બનાવવામાં પણ મુશ્કેલી સર્જાઇ રહી છે. ત્યારે આ બાબતે પણ કલેક્ટર તપાસ કરાવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે.