ગુજરાત

gujarat

ETV Bharat / state

પાર્ટી કરીને આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા - Gujarat 31 december New Year Party

ગુજરાતના તમામ જિલ્લાઓમાં 31મી ડીસેમ્બરને લઈને વિશેષ પોલીસ ચેકિંગ (Gujarat police liquor Drive) કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટી કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ દારૂનો સ્ટોક પોતાની સાથે લાવનારા પર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખાસ કરીને સંઘ પ્રદેશ, બીજા રાજ્યમાંથી દારૂ પીને આવતા લોકો સામે કાયદાકીય પગલાં લીધા હતા. હાઈવેથી શહેરમાં પ્રવેશતા દરેક હાઈવે પર પોલીસે ખાસ ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં દરેક વાહનોને ચેક કરીને, આલ્કોહોલ એનેલાઈઝરથી ચેક કરીને તપાસ કામગીરી કરવામાં આવી હતી.

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા
ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

By

Published : Jan 1, 2023, 4:17 PM IST

Updated : Jan 1, 2023, 5:18 PM IST

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

અમદાવાદ, વાપી, વલસાડ:અમદાવાદમાં તારીખ 31st ડિસેમ્બરને લઈને શહેરમાં દારૂ પીને છાકટા બનેલા લોકો સામે પોલીસે મોડી રાત સુધી કાર્યવાહી કરી હતી. જેમાં અલગ અલગ વિસ્તારમાંથી 258 જેટલા દારૂનો નશો કરનાર શખ્સોની ધરપકડ કરાઈ હતી. સૌથી વધુ પ્રોહીબિશનના કેસની વાત કરીએ તો તે સરદારનગર પોલીસ સ્ટેશનમાં 40 કેસ નોંધાયા, વાસણા પોલીસમાં 30 અને સોલા પોલીસ સ્ટેશનમાં 22 કેસ નોંધાયા હતા. શહેર પોલીસે (Ahmedabad police) ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી 258 જેટલા નશો કરનાર રાત્રે લોકપમાં (Gujarat police liquor Drive) રાખ્યા હતા. જે બાદ દારૂ નશો કરનાર તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

આ પણ વાંચો:રૂપિયા 3.36 લાખના ગાંજા સાથે પકડાયેલા આરોપીને 11 વર્ષનો કારાવાસ

વલસાડ:વલસાડ જિલ્લા પોલીસે તારીખ 31st ની ઉજવણી માટે દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાંથી દારૂ પી ને ગુજરાતમાં (Gujarat 31 december New Year Party) પ્રવેશનારા પીધેલાઓ સામે 39 ચેકપોસ્ટ ઉભી કરી હતી. આ કાર્યવાહીમાં રાત્રે પણ મોટી સંખ્યામાં દારૂ પીધેલા દારૂડિયાઓ ઝડપાયા હતાં. પીધેલા પકડવાની ડ્રાઈવ માં 940 જેટલા પીધેલાઓ સામે કાર્યવાહી કર્યા બાદ તારીખ 31મી ડિસેમ્બરે પણ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા પીધેલાંઓને ઝડપી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. દર વર્ષે 31મી ડિસેમ્બરે હોટેલોમાં દારૂની મહેફિલ માણવા પ્રવાસીઓ જતા હોય છે. જેઓ દારૂ પી ને ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાતમાં (Gujarat police Valsad district) દારૂબંધી હોય દારૂ પી ને ગુજરાતમાં આવતા પ્રવાસીઓ સામે વલસાડ પોલીસ એક્શન મોડમાં આવી હતી.

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

કાયદેસરના પગલાં: ગુજરાતના પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરે છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વલસાડ પોલીસ દ્વારા 31 ફર્સ્ટ ડિસેમ્બરને ધ્યાને રાખી 39 આંતરરાજ્ય અને આંતરજિલ્લા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 18 કાયમી ચેકપોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ ચેકપોસ્ટ પર હાથ ધરાયેલ પીધેલા પકડવાની ડ્રાઈવમાં 30મી ડિસેમ્બરે 940 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલ ઝુંબેશ માં 31મી ડિસેમ્બરે દમણમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશેલા 146 લોકો સામે વાપી ટાઉન પોલીસ મથકે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:2022ના ટોપ ક્રાઈમ ન્યૂઝ, હ્રદયને હચમચાવી નાંખે તેવી ક્રાઈમની ઘટનાઓ

મોટી કામગીરી કરી:વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે 114 સામે, ડુંગરા પોલીસ મથકમાં સેલવાસથી દારૂ પી ને આવતા 152 સામે તો, ભિલાડ પોલીસ મથકે સેલવાસ, મહારાષ્ટ્ર, દમણમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશનારા 110 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 31st ના એક જ દિવસમાં આ ચાર પોલીસ મથકના સ્ટાફે કુલ 522 પીધેલાંઓને પકડી પાડ્યા હતાં. જ્યારે 30મી ડિસેમ્બરે પકડેલા 390 પીધેલાઓ મળી 2 દિવસમાં અંદાજિત 954 જેટલા શરાબ શોખીનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કાયદાકીય જોગવાઈ:દર વર્ષે દમણ, સેલવાસ કે મહારાષ્ટ્ર જેવા લિકર ફ્રી પ્રદેશ કે રાજ્યમા જઈ દારૂની મહેફિલ માણી કાર, બાઇક કે અન્ય વાહનો મારફતે ગુજરાતમાં પ્રવેશતા લોકો બળાપો ઠાલવતા હોય છે કે તેઓએ ગુજરાત બહાર દારૂનું સેવન કર્યું છે. તેમ છતાં પોલીસ તેમને પકડે છે. જે અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, કોઈ પણ પ્રતિબંધિત નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશવું એ કાયદાનું ઉલંઘન છે. એટલે એ અનુસંધાને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

આ પણ વાંચો:કરિયાણાની દુકાનમાં રાતે ઘૂસી કરી ચોરી, બહાર નીકળતા જ બીજા ચોર લૂંટી ગયા

પોલીસ સ્ટેશનમાં મંડપ: સોશિયલ ડિસ્ટન્સને ધ્યાન રાખી કરાતા આયોજન માટે હોલ ભાડે રાખવામાં આવે છે. તેમજ પોલીસ સ્ટેશન સંકુલમાં મંડપ પણ બાંધવામાં આવે છે. આરોગ્યની મેડિકલ ટીમ દ્વારા દરેક પકડાયેલા વ્યક્તિની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. પ્રોહીબિશન એકટ હેઠળના આ ગુન્હામાં પકડાયેલ તમામ લોકો વિરુદ્ધ bailable offence (જામીનપાત્ર ગુનો) અને non bailable offence (બિનજામીનપાત્ર ગુનો) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં જામીનપાત્ર ગુન્હામાં પોલીસ મથકે જ જામીન લઈ મુક્ત કરવામાં આવે છે. તેમજ અન્ય કેટલાકને કોર્ટમાં રજૂ કરી જામીન પર મુક્ત કરવામાં આવે છે.

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

હોલ ભાડે રાખ્યા:વલસાડ જીલ્લા પોલીસે 31 ડિસેમ્બરે દારૂનો નશો કરીને ઝડપાઈ જનારા ને રાખવા માટે સ્પેશિયલ કેસમાં મેરેજ હોલ ભાડે રાખ્યા હતા કારણ કે કોવિદ ગાઈડ લાઈન અનુસાર પકડાયેલા લોકોને રાખવા માટે પોલીસ મથક નાના પડે એમ હોય તમામ લોકોને રાખવા માટે કેટલાક પોલીસ સ્ટેશન દ્વારા મેરેજ હોલ ભાડે રાખવામાં આવ્યા હતા. આમ વલસાડ પોલીસે 31 ડીસેમ્બરની રાત્રે 1990 લોકોને ઝડપી લઇ તેમની સામે કાર્યવાહી હતી જેને પગલે ઝડપાયેલા લોકોએ સમગ્ર રાત્રી પોલીસની નીશ્રામાં વિતાવવા ની ફરજ પડી હતી

ન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

આ પણ વાંચો:પતિ સામે મારઝૂડ અને અત્યાચાર ગુજાર્યાની એક જ દિવસમાં ત્રણ ફરિયાદ

13 પોલીસ મથકમાંથી કુલ 1990 પીધેલા: વલસાડ જિલ્લામાં આવેલા 13 પોલીસ મથક હદ વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ બેધ એનાલાઇઝર દ્વારા રાત્રી દરમિયાન હાથ ધરવામાં આવેલ ચેકિંગમાં અનેક દારૂડિયા ઝડપાઈ ગયા હતા. જેમાં વલસાડ સીટીમાં -130, વલસાડ રૂરલમાં- 113, ડુંગરી પોલીસ સ્ટેશને-111 ,પારડી 309, ભીલાડ-137,ઉમરગામ -84 ઉમરગામ મરીન -54 ,ધરમપુર -85, કપરાડા -68 ,નાનાપોઢાં -102 ,વાપી ટાઉન -324, વાપી જી આઈ ડી સી -207, વાપી ડુંગરા -266 મળી કુલ 1990 લોકોને પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી.

Last Updated : Jan 1, 2023, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details