- મુખ્યપ્રધાન દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરાયું
- નામકરણને કારણે ફ્રૂટ આવ્યું ચર્ચામાં
- ધરમપુરમાં ગત 5 વર્ષથી એક ખેડૂત કરી રહ્યા છે ખેતી
- ૩ એકરમાં 1,000 કિલો જેટલું ઉત્પાદન મેળવી મબલખ આવક મેળવી
- કમલમ 200 રુપિયા નંગ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે
વલસાડઃ તાજેતરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામકરણ કમલમ તરીકે કર્યું છે. જેથી આ ફળે ખાસ્સી ચર્ચા જગાવી છે, ત્યારે 200થી 250 રૂપિયાના નંગ પર મળતા કમલમની ખેતી ખૂબ ખર્ચાળ છે, પરંતુ વલસાડ જિલ્લામાં આ ખેતી ધરમપુર ખાતે આવેલા ઓઝરપાડામાં એકમાત્ર ખેડૂત ચેતન દેસાઈ દ્વારા કરવામાં આવી રહી છે. ગત 5 વર્ષથી આ ખેડૂત આ ખેતી કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે અને થોડાક સમય પહેલા ૩ એકરમાં ઉછેરવામાં આવેલા 840 જેટલા છોડમાંથી તેમણે 1,000 કિલો જેટલા ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમનું ઉત્પાદન મેળવ્યું છે.
ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ ખર્ચાળ