વલસાડઃ ગૃહ વિભાગ દ્વારા હાલમાં જ 74 થી વધુ IPSની બદલી કરવામાં આવી હતી. જેમાં વલસાડ SP તરીકે અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ અધિકારી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની બદલી કરાઇ હતી. શુક્રવારના રોજ વલસાડ પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ તેમણે વિધિવત રીતે સંભાળી લીધો છે. તેમણે કહ્યું કે, દરેક કામમાં પારદર્શિતા રાખવીએ તેમનો મૂળ મંત્ર છે દરેક વ્યક્તિગત લોકોની સુરક્ષા તે પોલીસ વિભાગની કામગીરી છે.
વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે શુક્રવારના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા ડો. રાજદીપસિંહ ઝાલાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ સ્વભાવે સરળ સ્પષ્ટ વક્તા અને દરેક કામગીરીમાં પારદર્શીતાએ તેમનો મૂળ મંત્ર છે.
તેમણે કહ્યું કે, વલસાડ જિલ્લાની જનતાને સુરક્ષા આપવીએ પોલીસની કામગીરી છે. રાત્રી દરમિયાન પણ એક મહિલા નિર્ભયપણે કોઇપણ સ્થળે ફરી શકે, ત્યારે હું એમ માનું છું કે, જિલ્લામાં પોલીસની કામગીરી યોગ્ય રીતે કરી શકાય તે મહત્વનું છે કે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સાઇબર ક્રાઇમ અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક ડિપ્લોમાં ડિગ્રી મેળવી છે.