- રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્ન સેવા આપતા તબીબો હડતાળ પર
- વલસાડ સિવિલના 110 ડોક્ટરો હડતાળમાં જોડાયા
- સિવિલમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા તબીબો હડતાળ પર જતા તબીબી સેવાને અસર
વલસાડઃ સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્ન સેવા આપતા તબીબોને આપવામાં આવતું સ્ટાઇપેન્ડ અન્ય રાજ્ય કરતા ખૂબ ઓછું છે, જેથી તેને વધારવાની માંગ સાથે સોમવારે સમગ્ર રાજ્યમાં ઈંટર્ન તબીબો દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો પણ આ હડતાળમાં જોડાયા હતા.
સ્ટાઇપેન્ડ વધારવાની માંગ
સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે સોમવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા 110 તબીબો હોસ્પિટલની બહાર હડતાળમાં ઉતર્યા હતા. તેમણે જણાવ્યું કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ઈન્ટર્ન તબીબોને સ્ટાઇપેન્ડ ઓછું આપવામાં આવે છે અને જેના કારણે તબીબોને આ મોંઘવારીમાં મુશ્કેલી વધી રહી છે.