ગુજરાત

gujarat

By

Published : Sep 25, 2020, 8:16 AM IST

ETV Bharat / state

વલસાડના ભગોદથી ડોકટરનું અપહરણ, 1 કરોડની અપહરણકર્તાઓએ માંગી ખંડણી

વલસાડ જિલ્લાના હરિયા ગામે રહેતા એક ડોકટરનું ત્રણ જેટલા અજાણ્યા વ્યકિતઓએ અપહરણ કરી ડોકટરની પત્ની પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે અંગે જાણકારી પોલીસને મળતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, અપહરણકર્તાઓ ડોકટરને વલસાડ તાલુકાના ચીંચાઈ ગામે હાથ પગ બાંધીને ખનકીમાં ફેંકી ગયા હતા. જે બાદ ડોકટરે તેની પત્નીને સ્થાનિકોનો સંપર્ક કરી ફોન કરી ચીંચાઈમાં હેમખેમ હોવાની જાણકારી આપતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે, સમગ્ર ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે.

valsad
વલસાડ

વલસાડ : જિલ્લાના હરિયા ગામે રહેતા જનકભાઈ અનિલભાઈ વૈરાગી પોતાના ક્લિનિક ઉપરથી સાંજે 7-30 વાગ્યે પરત જઇ રહ્યા હતા. ત્યારે કારમાં આવેલા ત્રણ જેટલા અજાણ્યા વ્યકિતઓ તેમને જબરજસ્તી પકડીને પોતાની કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા. જે બાદ આ ડોક્ટરના ફોન ઉપરથી ડોક્ટરની પત્ની જીજ્ઞાબેન પાસે અપહરણકર્તાઓએ 1 કરોડની ખંડણી માંગી હતી. જોકે, આ સમયે તેની પત્નીએ તેમની પાસે પૈસા ન હોવાનું રટણ કર્યું હતું. ત્યારે સામેથી તેના પતિ સાથે વાત કરાવી જનકભાઈએ કહ્યું કે, તેમના કબાટમાં 50000 રૂપિયા રોકડ મૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અપહરણકર્તાઓ તેમને કોઇક અજાણી જગ્યા ઉપર રાખીને હાથ પગ બાંધી દીધા છે. જોકે આ સમગ્ર વાતચીત બાદ તપાસ કરતાં હકીકતમાં જનકભાઈની મોપેડ ભગોદ આશ્રમ નજીકથી મળી આવી હતી. જે પરથી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું કે, ડોક્ટર જનકભાઈ વૈરાગીનું કોઈએ અપહરણ કરી લીધું છે.

વલસાડના ભગોદથી અપહરણકર્તા ડોકટરનું અપહરણ કરી હાથ પગ બાંધીને ખનકીમાં ફેંકી ગયા

આ સમગ્ર બાબતની જાણ કોઈએ પોલીસને કરતા વલસાડ જિલ્લાના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ સમગ્ર જિલ્લામાં પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. જોકે, અચાનક શરૂ થયેલી આ તપાસને પગલે પોલીસે જનકભાઈના મોબાઈલ ટ્રેસ કરતાં તેમનું છેલ્લું લોકેશન કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આવેલા બરમ બેડા ફળિયાનું મળ્યું હતું. જોકે, પોલીસે આ સંદર્ભે તપાસ કરી રહી હતી. તે દરમિયાન અચાનક જ જનકભાઈનો ફોન એક અજાણ્યા નંબર પરથી આવતા તેમણે કહ્યું કે, અપહરણકર્તાઓ તેમને હાથ બાંધીને વલસાડ તાલુકાના ચીંચાઈ ગામે ગયા હતા. જેની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ચિંચાઇ ગામે પહોંચી ગયો હતો અને ડોક્ટરને હેમખેમ લઈ મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

હાલ આ બાબતે તબીબે જણાવ્યું કે, અપહરણકર્તાઓને તેઓ ઓળખતા નથી અને ક્યારેય તેમણે તેમને જોયા નથી. તેમજ તેઓ હિન્દી ભાષા બોલતા હતા. હાલ તો વલસાડ રૂરલ પોલીસે આ સમગ્ર ઘટના બાબતે અપહરણ ખંડણીનો ગુનો દાખલ કરી અજાણ્યા ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details