ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રકાશ પર્વ નિમિત્તે વાપીમાં સરકારી ઈમારતો અને સર્કલને કરાયો રોશનીનો શણગાર - દિવાળીની ઉજવણી

પર્વાધિરાજ પર્વ એટલે દિવાળી, જેની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. દિવાળીને રોશનીનું પર્વ કહેવામાં આવે છે. જેને ધ્યાને રાખી લોકો પોતાના ઘરે વિવિધ રંગબેરંગી લાઈટનો કે દિવડાઓનો શણગાર કરે છે. ત્યારે આ પર્વની ઉજવણી નિમિતે વાપીમાં તમામ સરકારી ઈમારતો અને મુખ્ય માર્ગના સર્કલને રોશનીનો શણગાર કરાતા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પ્રકાશના પર્વ નિમિત્તે વાપીમાં સરકારી ઇમારતો, સર્કલને કર્યા રોશનીના શણગાર
પ્રકાશના પર્વ નિમિત્તે વાપીમાં સરકારી ઇમારતો, સર્કલને કર્યા રોશનીના શણગાર

By

Published : Nov 14, 2020, 3:46 PM IST

  • શહેરમાં રંગબેરંગી રોશનીનો શણગાર
  • શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર
  • પ્રકાશના પર્વને રોશનીથી આવકાર્યું
  • વાપી નગરપાલિકા, પોલીસ મથક, ઝંડા ચોક, સરદાર ચોક રોશનીના ઝગમગાટથી ઝગમગી ઉઠ્યા
    પ્રકાશના પર્વ નિમિત્તે વાપીમાં સરકારી ઇમારતો, સર્કલને કર્યા રોશનીના શણગાર

વાપી: દિવાળી અને નવા વર્ષના પર્વને અવકારવાનો થનગનાટ જેટલો શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. તેટલો જ સરકારી વિભાગમાં અને રાજકીય અગેવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. વાપીમાં વાપી નગરપાલિકા, પોલીસ મથક, મુખ્ય ચોક એવો ઝંડા ચોક, સરદાર ચોક, સહિતના તમામ જાહેર સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે.

પ્રકાશના પર્વ નિમિત્તે વાપીમાં સરકારી ઇમારતો, સર્કલને કર્યા રોશનીના શણગાર

સરકારી કચેરીઓ અને ચોક પર રોશનીનો શણગાર

તમામ સરકારી કચેરીઓ અને ચોક પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તો સાથે સાથે વાપીના મંદિરોને પણ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જેને જોવા શહેરીજનો રાત્રીના સમયે ખાસ લટાર મારવા નીકળી રહ્યા છે. મુખ્ય બજારોમાં દુકાનદારો, એપાર્ટમેન્ટના રહીશો, બિલ્ડરો તેમજ શેરીઓ અને ગલીઓમાં રહેતા સ્થાનિકોએ પણ વિવિધ રંગબેરંગી રોશની ધરાવતી લાઈટનો શણગાર દુકાન-ઘર-એપાર્ટમેન્ટને કર્યો છે. ત્યારે, પ્રકાશ પર્વને વધાવવા રોશનીનો આ શણગાર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

પ્રકાશના પર્વ નિમિત્તે વાપીમાં સરકારી ઇમારતો, સર્કલને કર્યા રોશનીના શણગાર

ABOUT THE AUTHOR

...view details