ગુજરાત

gujarat

ETV Bharat / state

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વલસાડ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર - Congress sent application letter to the Collector

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બુધવારે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે વિરોધ દર્શાવ્યો છે.

કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર
કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર

By

Published : Jun 17, 2020, 3:13 PM IST

વલસાડ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળીને આજે બુધવારે કલેક્ટર કચેરીએ પહોંચી સત્તા પક્ષ ભાજપ દ્વારા થઇ રહેલા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગ્રાફ

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર આર.આર રાવલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું કે, લોકડાઉન જેવા સમયમાં જ્યાં લોકોને એક તરફ રોજગારી અને વેતન સુવિધા મળી શકતું નથી તેવા સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રણથી ચાર દિવસથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો મધ્યમ વર્ગીય પરિવારોને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ ઊભી કરશે તો સાથે સાથે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થતા એક સાયકલ મુજબ દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ વધી જશે. જેથી આ તમામનો બોજો આમ જનતા ઉપર પડશે. આ તકે કોંગ્રી કાર્યકરોએ સીધો આક્ષેપ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી લોકોને આર્થિક સંકળામણમાંથી બહાર લઇ આવવાની જગ્યાએ પ્રજાના પરસેવાથી તિજોરી ભરવાનું કામ કરી રહી છે.

કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર

નોંધનીય છે કે, આજે બુધવારે આવેદનપત્ર દરમિયાન વલસાડ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના સભ્યો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કોંગ્રી કાર્યકરો કલેક્ટરની કચેરી ખાતે પહોંચ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details