ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર - 116 જેટલા મહેસુલી ક્લાર્ક

વલસાડ: ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વર્ષો જૂની પડતર માગણીઓનો ઉકેલ ન આવતા સમગ્ર ગુજરાતમાં અચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. તેણે અનુલક્ષીને વલસાડ જિલ્લામાં પણ 116 જેટલા મહેસુલી ક્લાર્ક અને મહેસુલી નાયબ મામલતદાર દ્વારા રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરીએ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.

આજથી જિલ્લાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ
આજથી જિલ્લાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ

By

Published : Dec 9, 2019, 6:57 PM IST

સોમવારના રોજ વલસાડ જિલ્લામાં મહેસુલી ક્લાર્ક અને મહેસુલી નાયબ મામલતદાર તેમની 17 જેટલી પડતર માગણીઓને અનુલક્ષીને એક રેલી યોજી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. આ 17 જેટલી માગણીઓ રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત પ્રધાન કેડરમાં પંચાયત વિભાગમાં સાથે મર્જ કરવા, નાયબ મામલતદારની સિનિયોરીટી યાદી તૈયાર કરવા, ક્લાર્ક કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નાયબ મામલતદારના પ્રમોશન આપવા, મહેસુલી કર્મચારીઓને નવી ભરતી કે, પ્રમોશન પહેલા નાયબ મામલતદારને જિલ્લા ફેરબદલીના કેમ્પનું આયોજન કરવા સહિતના 17 જેટલા મુદ્દા ઉપરની માગણી સાથે વલસાડ જિલ્લાના 216 જેટલા કર્મચારીઓ જિલ્લા કલેકટર કચેરીએ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.

વલસાડ જિલ્લાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ પર

વલસાડ જિલ્લાના 6 તાલુકાની વિવિધ કચેરીઓને મહેસુલી ક્લાર્કને નાયબ મામલતદાર રેલીમાં જોડાયા હતા. વલસાડ શહેરના વિવિધ ક્ષેત્રોમાં ફરીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે આ રેલી વલસાડ કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની પડતર માગણીઓને માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details