વલસાડઃ વૈશ્વિક બીમારી કારોનાને લઇને હાલ દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેને પગલે રોજ કમાઈને રોજ ખાનારા શ્રમિક વર્ગને ઘણી મુશ્કેલી પડે છે, ત્યારે આવી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને મદદરૂપ થવા માટે સ્વામિનારાયણ સંસ્થા તરફથી રાશન કીટનું વિતરણ કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે વિવિધ ફળીયામાં કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં શૈક્ષણીક ક્ષેત્રે અગ્રેસર એવી સ્વામિનારાયણ સંસ્થા ટ્રસ્ટી હરિવલ્લભ સ્વામીના નેતૃત્વમાં વૈશ્વિક મહામારીની આવી પડેલી વિપદામાં સમાજીક દાયિત્વ અદા કરવા કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે ઝરા ફળીયામાં 75 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.