સેવાભાવી દંપતી દ્વારા નર્સિંગ સ્ટાફને રેઇનકોટનું વિતરણ
100 થી વધુ રેઇનકોટનું વિતરણ કર્યું
સેવાભાવી દંપતી દ્વારા નર્સિંગ સ્ટાફને રેઇનકોટનું વિતરણ
100 થી વધુ રેઇનકોટનું વિતરણ કર્યું
દંપતીની નિઃસ્વાર્થ કામગીરીથી લોકો પ્રભાવિત
વલસાડ : શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વૉરિયર્સ પોતાના જીવને જોખમમાં મુકીને ફરજ બજાવી રહ્યા છે. ત્યારે વલસાડમાં સરકાર હસ્તક સંચાલિત એવા કોરોના વોર્ડમાં ફરજ બજાવતી મહિલા નર્સિંગ સ્ટાફને દમણના જાણીતા સેવાભાવી દંપતી પંકજભાઈ મિસ્ત્રી અને તેમના પત્નીએ નર્સિંગ સ્ટાફને રેઇનકોટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે પંકજભાઈ મિસ્ત્રીએ વલસાડ રક્તદાન કેન્દ્રમાં ફરજ બજાવતા પેરામેડિકલ સ્ટાફને 45 થી વધુ રેઈનકોટ આપ્યા હતા.
આ અંગે પંકજભાઈએ જણાવ્યું હતું કે, સેવાકીય કામગીરીમાં હું નહીં પણ આપણે કામગીરી કરી એવું કહેશું તે વધુ યોગ્ય છે. સેવાકીય કામગીરી કરનારને લોકો હંમેશા મદદ કરે છે. તેમજ તમામ પેરામેડીકલ સ્ટાફને રેઇનકોટ આપવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમ્યાન તેઓને કોઈ મુશ્કેલી ન પડે.