વાપી નગરપાલિકા દ્વારા પાલિકા કચેરી ખાતે રાજ્યભરમાં સ્વચ્છતા જાગૃતિ માટે ફરી રહેલ સ્વચ્છતા રથનું સ્વાગત કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તો, આ પ્રસંગે નગરપાલિકા દ્વારા શહેરીજનોને ફ્રી ડસ્ટબીન વિતરણ કરાયા હતાં.
વાપીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત ફ્રી ડસ્ટબીનનું વિતરણ કરાયું - Vapi Municipality
વાપી : નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતાની જનજાગૃતિ માટે તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પ્રચાર માટે સ્વચ્છતા રથનું સ્વાગત-પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને પારડી વિધાનસભા ધારાસભ્યના હસ્તે ફ્રી ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા હતાં.
વાપીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત ફ્રી ડસ્ટબીનનું વિતરણ કરાયું
નગરપાલિકા ખાતે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અને ફ્રી ડસ્ટબીન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પાલિકાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાએ વેસ્ટ ટાયરમાંથી બનાવેલી ઉપયોગી ચીજ વસ્તુઓનું પ્રદર્શન રાખ્યું હોય તમામે આ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણના બલૂનને હવામાં તરતો મુક્યો હતો.