વલસાડ : પારડી તાલુકાના તરમાલિયા ગામે આવેલા ભેંસ ફળિયામાં રહેતા યુવાનો દ્વારા એટલે કે, જનસેવા ગ્રુપના યુવકો દ્વારા ગિલોયના વેલમાંથી બનવવામાં આવેલ સંશમનીવટી 3 લાખ જેટલી બનાવી નિઃશુલ્ક વિવિધ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જે મુજબ વલસાડથી 90 કિલોમીટર દૂર આવેલા કોબા ગામમાં સ્થિત લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સાનિધ્યમાં વિશ્વ યોગા દિવસ તેમજ ત્રણથી ચાર હજાર જેટલી ગોળીઓ નજીકના આવેલા ગામોમાં ફરીને લોકોને નિશુલ્ક આપવામાં આવી હતી. જેથી કરીને કોરોના રોગથી લોકોને બચાવી શકાય.
મહારાષ્ટ્ર સરહદે આવેલા ગામોમાં 4 હજાર સંશમનીવટીનું નિઃશુલ્ક વિતરણ કરાયું અને યોગ દિવસની ઉજવણી કરાઈ - Maharashtra
વૈશ્વિક મહામારી કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી આયુર્વેદિક ગોળી સંશમનીવટીનું વિતરણ સરકારી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે પારડી તાલુકાના તરમાલિયા ગામના 'જનસેવા' ગ્રુપ દ્વારા સ્વયં બનાવવામાં આવેલી ત્રણથી ચાર હજાર ગોળીનું વિતરણ મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલા ગામોમાં કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે યોગ દિવસની ઉજવણી પણ ખોબા ગામે કરવામાં આવી હતી.
વૈશ્વિક મહામારી
જ્યારે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સાનિધ્યમાં તેમના સંચાલક નિલમભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે જનસેવા ગ્રુપ તરમાલિયાના ડૉ. પ્રતીક પટેલ, ડૉ.વિરલ પટેલ, ડૉ.પાર્થ પટેલ, બાલકૃષ્ણ પટેલ, તેમજ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નિલમ પટેલ અને તેમની ટીમ આ સેવા કાર્યમાં જોડાઈ હતી.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં જનસેવા ગ્રુપ તરમાલિયા દ્વારા નિઃશુલ્ક સંશમનીવટી 3 લાખ જેટલી ગોળીઓ સ્વંય બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું.