ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા કોંગ્રેસના ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા, તર્ક વિતર્ક શરુ - Valsad district also witnessed politics

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણત્રીના કલાકો બાકી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાંની ચર્ચાને લઇ વલસાડ જિલ્લામાં પણ રાજકારણ ગરમાયું છે. જેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ સમગ્ર બાબતને પુષ્ટિ આપી જણાવ્યું છે કે, તેઓનો પણ જીતુભાઇ સાથે સંપર્ક થઈ શક્યો નથી.

કોંગ્રેસના 4 ધારાસભ્યના રાજીનામાંની ચર્ચા, ગરમાયું રાજકારણ
કોંગ્રેસના 4 ધારાસભ્યના રાજીનામાંની ચર્ચા, ગરમાયું રાજકારણ

By

Published : Mar 15, 2020, 7:06 PM IST

વલસાડઃ આગામી દિવસમાં આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. એમાં પણ ભાજપ દ્વારા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ વલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ નેતા ગૌરાંગ પંડ્યા દ્વારા ટ્વીટ કરાયું હતું જેથી રાજકારણ વધુ ગરમાયું હતું. જેથી કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હોવાનું સપાટી પર આવ્યું હતું.

નોંધનીય છે કે, એક તરફ જીતુભાઇ ચૌધરીનો સંપર્ક થઈ શક્યો નથી. બીજી તરફ કપરાડા ભાજપ છાવણીમાં પણ ગણગણાટ શરૂ થયો છે. મહત્વનું છે કે, કપરાડા ભાજપમાં હજી સુધી પ્રમુખ પદ અને અન્ય હોદ્દાઓ માટે પણ ભાજપ દ્વારા નામ નક્કી કરવાના બાકી છે. ત્યારે પદ મેળવવા કોંગ્રેસમાંથી વધુ એક નેતા ભાજપમાં આવે તો નવાઈ નહીં.

ABOUT THE AUTHOR

...view details