વલસાડઃ સૂર્યગ્રહણ રવિવારે 10:30 કલાકે શરૂ થયું હતું. ભારતમાં દેખાનારા કંકણાકૃતિ સૂર્યગ્રહણ વહેલી સવારથી શરૂ થતાં વલસાડ જિલ્લામાં પણ આ ખગોળીય ઘટના નિહાળનારાઓમાં ઉત્સાહ હતો પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે વલસાડવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યગ્રહણ જોનારા ઓમાં નિરાશા આ ખગોળીય ઘટના લોકો સુધી પહોંચે એ માટે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા સાયન્સ સેન્ટર દ્વારા ફેસબુક પર આ સમગ્ર ઘટનાને ટેલિસ્કોપની મદદથી લાઈવ કરવામાં આવામાં આવ્યું હતું. અનેક લોકોએ આ સમગ્ર ઘટનાને ફેસબુક પર લાઈવ નિહાળી હતી.
દેશ અને દુનિયામાં સૂર્યગ્રહણની નાની મોટી અસરો વર્તાતી હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જો કે, વૈજ્ઞાનિક રીતે આ સમગ્ર ઘટના એક ખગોળીય ઘટના હોવાનું કહેવાય છે પરંતુ આ બંને મતભેદો વચ્ચે પણ રવિવારે જ્યારે સમગ્ર ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. તો તેને જોવા માટે અનેક લોકો ઉત્સાહિત હતા પરંતુ વલસાડ જિલ્લાની વાત કરીએ, તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહેતા આ સમગ્ર ઘટનામાં જોનારા લોકોને સૂર્યગ્રહણ નિહાળવામાં મુશ્કેલી પડી હતી.
વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યગ્રહણ ન દેખાયું આ સમગ્ર ઘટનાને ઘરબેઠા લાઈવ અનેક લોકોએ નિહાળી હતી. ધરમપુર ખાતે આવેલા સાયન્સ સેન્ટર દ્વારા ટેલિસ્કોપની મદદથી આ ઘટનાને ફેસબુક પર લાઈવ કરવામાં આવી હતી. લોકો ઘરબેઠા ખગોળીય ઘટનાને મોબાઇલ પર જ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, સૂર્યગ્રહણ અને નરી આંખે સીધું જોઈ શકાય નહીં કારણ કે, સૂર્યનો સીધો પ્રકાર આંખ પર પડવાથી આંખોને તેની સીધી અસર થાય છે. જેથી સૂર્યગ્રહણ નિહાળવા માટે ટેલિસ્કોપ અથવા તો સૂર્યગ્રહણ માટેના વિશેષ ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે.