સુરત અગ્નિકાંડને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજ્યમાં રૂપાણી સરકાર દ્વારા આપવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અને ફાયર સેફ્ટી વગર ચાલતા હોટલ, ટયુશન-કલાસીસ, હોસ્પિટલ જેવા તમામ બંધકામ તાત્કાલિક ધોરણે તોડી પાડવાના આદેશ અનુસાર, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર જે. યુ. વસાવા, વલસાડ સીટી PI ભટ્ટ સાથે સ્થાનિક પ્રાંત કે. જે. ભગોરાના નેજા હેઠળ નોટિસો આપેલ દુકાનો-હોટલ સામે લાલ આંખ કરી JCBની મદદ થી તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે.
વલસાડ નગરપાલિકાની ગેરકાયદેસર દબાણો પર તવાઈ - valsad
વલસાડઃ સુરતની ઘટના બાદ વલસાડ પાલિકા તંત્ર હરકત માં આવ્યું છે. છેલ્લા બે દિવસથી જે રીતે સર્વે કામગીરી ફાયર સેફ્ટીને લઈને કરવામાં આવી છે, તે જ રીતે હવે ગેરકાયદે દબાણો ઉપર હથોડા ઝીંકવાનું શરૂ કરવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો હતો. વલસાડની ગંગલી ખાડી વિસ્તારમાં દબાણ દૂર કરવા સમયે પાલિકા અધિકારીઓ સાથે કેટલાક ની બોલાચાલી થઈ હતી. જો કે, પોલીસ સ્થળ ઉપર આવતા મામલો થાળે પડી ગયો હતો.

વલસાડ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા
વલસાડ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા
ત્યારે ડિમોલિશન પ્રિ મોનસૂન કામગીરી હેઠળ તમામ પ્રકારના બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. જેમાં વિવાદિત એવું ગંગલી ખાડી ઉપર આવેલ ગણપતિ મંડપ પણ દૂર કરવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનિકો સાથે અધિકરીઓની બોલાચાલી થઈ હતી, પરંતુ વલસાડ પોલીસ સ્થળ પર આવતા તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.