ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધી આશ્રમમાં ઝાડના દાંડા ઊંચકાવતી વેળાએ બનેલી ઘટનામાં સારવાર દરમિયાન વિધાર્થીનું મોત

વલસાડ : કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ઝાડના દાંડા ભરવા દરમિયાન વિદ્યાર્થીને લાકડું જાંગના ભાગે પડતા હોસ્પિટલ લઇ જવાયો હતો. આખરે લાંબી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.બાદમાં સમગ્ર બાબતે પોલીસ મથકમાં સંચાલકોએ પરિવારજનો સાથે સમાધાન કરી લીધું હતું

valsad
વલસાડ

By

Published : Dec 6, 2019, 3:09 AM IST

કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ધોરણ 1થી 10 ના કપરાડા અને ધરમપુર વિસ્તારના અંતરિયાળ ગામોના આદિવાસી વિસ્તારના બાળકો આશ્રમમાં રહીને શિક્ષણ મેળવે છે. પરંતુ સંચાલકો દ્વારા શિક્ષણના નામે બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ આશ્રમ શાળામાં 240 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. કપિલ જીવન સ્વામીએ તારીખ 19 નવેમ્બરના રોજ સ્કૂલની પાછળના ભાગે આવેલા કેટલાક શરૂના ઝાડ કાપવા માટે મજૂરો મૂક્યા હતા. બે મજૂરો અને બાકીના કેટલાક બાળકો દ્વારા શરુના ઝાડ કાપવામાં આવ્યા હતા. બાદમાં કાપેલા ઝાડના દાંડા 15 થી 18 ફૂટના ઊંચકીને ટેમ્પોમાં ભરવા માટે વિધાર્થીઓને કહવામાં આવ્યું હતું.

વલસાડ મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ઝાડના દાંડા ભરવા દરમ્યાન એક વિદ્યાર્થીનું સારવાર બાદ મોત

જેમાં જગદીશ બાબુ ઘૂટિયા પણ હતો. આ બાળકો જ્યારે દાંડા ખભે ઊંચકીને લાવતા હતા. ત્યારે દાંડાનો એક તરફનો ભાગ જગદીશના ખભેથી સરકી જાંગના ભાગે પડ્યો હતો. તે સમયેથી જ બાળકને પગમાં તકલીફ ઊભી થઈ હતી. જે સમયે સ્થાનિક દવાખાને લઈ જવાયો હતો. ત્યાં દવા અને માલિશનું તેલ આપવામાં આવ્યું હતું. પરંતુ સતત ત્રણ દિવસ સુધી દુખાવાની ફરિયાદ થતાં આશ્રમ સંચાલકોએ તેના પરિવારજનોને બોલાવી લીધા હતા.

આખરે જગદીશને તેઓ તારીખ 22 નવેમ્બરના રોજ ઘરે લઈ ગયા હતા. તે બાદ જ્યારે દુ:ખાવો વધુ થતાં પ્રથમ ધરમપુર સ્ટેટ હૉસ્પિટલ અને ત્યારબાદ વલસાડ સિવિલ અને સુરત લઈ જવાયો હતો. ત્યાં પરિવારજનો ખર્ચ ભોગવી શકે એમ ન હોવાથી બાળકને ફરીથી વલસાડ કસ્તૂરબામાં લઈ આવ્યા હતા.જ્યાં બાળકનો જાંગનો ભાગ સૂજી અને કાળો થઈ ગયો હતો. જયારે વિજ્ઞાન સ્વામી ખબર લેવા આવતા જ પરિવારજનો તેને ઘેરી વળ્યા હતા. તેમજ તેમની ઉપર રોષ ઠાલવતાં પોલીસ પણ ધટના સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જો કે આખરે સાંજે 9 વાગ્યે બાળકનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અત્રે નોધનીય છે કે, ઘટના બાદ આશ્રમશાળાના બાળકોએ પણ જણાવ્યું કે, દર વખતે બાળકો પાસે ખેતીકામના નામે લાકડા ઉપડાવવા, લાકડા કપાવવા જેવા મજુરી કામ કરાવવામાં આવે છે. સમગ્ર ઘટનામાં કેટલાક રાજકીય અગ્રણીઓએ વચ્ચે પડીને વલસાડ સીટી પોલીસ મથકમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં સંચાલકો દ્વારા મૃતકના પરિવારજનોને રૂપિયા 10 લાખ અને અત્યાર સુધી થયેલ સારવારનો તમામ ખર્ચ આપવાનું કબુલી લેતા સમગ્ર બાબતે સમાધાન થઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details