ધરમપુરમાં આવેલા પીપરોળ ગામના ટોગા ડુંગર ઉપર આવેલા આદિવાસી સમાજના દેવ અભિનાથ મહાદેવ જેને આદિવાસી સમાજના લોકો વરસાદી દેવ તરીકે ઓળખે છે. તજેતરમાં આ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની પ્રતિમાને પણ સ્થળ ઉપરથી નીચે પાડી દેતા મૂર્તિ પણ ખંડિત થઈ હતી. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, બુધવારે ફરીથી દેવની પૂજા અને આરાધના કરવામાં આવી હતી. આસપાસના 35થી વધુ ગામોમાં ભગતનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સમિતિના સભ્યો દ્વારા ડુંગર ઉપર સનાતન ધર્મ અંગે જાણકારી આપી તુલસી પૂજા કરવામાં આવી હતી. આ સંમેલનમાં આવનાર તમામ લોકો જે સનાતન ધર્મમાં તુલસીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત ધર્મ જાગરણ સમિતિના અનેક અગ્રણીઓ ચેતન પ્રજાપતિ વિભાગીય સંયોજક, તેજસ જોશી જિલ્લા સંયોજક, પરિમલ ગરાસિયા ધરમપુર સંયોજક, સંજય સર દેસાઈ પ્રશાસન સંયોજકે હાજરી આપી હતી. આ સંમેલન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.