- તાલુકા પંચાયત સામાન્ય સભામાં સર્વાનુમતે બજેટ રજૂ કરવામાં આવ્યું
- અપક્ષના સભ્ય દ્વારા અનેક મુદ્દે રજૂઆત કરાઈ
- 1.33 અબજની આવક સામે 1.36 અબજનો ખર્ચ
વલસાડ :તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સભામાં પ્રમુખ રમીલા ગાંવિતના અધ્યક્ષપણા હેઠળ રૂપિયા 40.26 કરોડનું પુરાંતવાળું બજેટ યોજાયેલી સામાન્ય સભામા સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટમાં કુલ રૂપિયા 1.33 અબજની આવક સામે રૂપિયા 1.36 અબજનાં ખર્ચનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. સભામા મનરેગાનું વર્ષ 2021-22નું 31.30 કરોડનું બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી
ઘર તૂટી પડતા બેઘર બનેલા પરિવારને સહાય માટે રજૂઆત
ધરમપુર તાલુકા પંચાયતના વિપક્ષના સભ્ય બાળુ સિંધાએ તેઓનાં મત વિસ્તારમાં આવતા ખટાણા ગામે ગત તા. 24-3-2021ના રોજ શ્રમજીવી પરિવાર ધર્મેશ જીવણ પટેલનું મકાન બળીને ખાખ થઇ ગયું હતું. તેના બે દિવસ બાદ તેમના પિતા જીવણનું દેહાંત થતા પરિવાર રોડ પર આવી ગયો છે. જેથી તેઓને તાકીદે સહાય આપવામાં આવે તેની રજૂઆત કરી હતી.