- આદિવાસી વિસ્તારના લોકો સંક્ર્મણ અટકાવવા શહેરી વિસ્તારમાં જાવાનું ટાળી રહ્યા છે
- અંતરિયાળ ગામોમાં દોડતી બસોમાં પ્રવાસી નહીં આવતાં બસના રૂટો બંધ કરવાની પડી ફરજ
- 55 રૂટ પૈકી હાલ માત્ર 18 રૂટો શરૂ હોવાથી આવક ઉપર સીધી અસર ધરમપુર ST ડેપો
વલસાડઃ ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા ધરમપુર તાલુકાના ST ડેપોમાં વર્તમાન સમયમાં કોવિડ 19 મહામારીને ધ્યાનમાં લઇ કુલ 55 રુટો પૈકી માત્ર 18 રુટો જ શરૂ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ધરમપુર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામડાઓ મળી ST ડેપો દ્વારા કુલ 55 રૂટો કાર્યરત હતા. જેમાં ગત 1 મહિનાથી કોવિડ -19 મહામારીએ ધરમપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તીવ્ર ગતિ પકડતાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોથી મહામારીને ધ્યાને લઇ ગ્રામવાસીઓ ઘરે જવાનું મુનાસીબ સમજી ધરમપુર શહેરમાં આવવાનું ટાળતાં ધરમપુર STને બિનજરૂરિયાત રૂટો બંધ કરવાની નોબત થઇ છે.
આ પણ વાંચોઃ બારડોલી STને કોરોનાનું ગ્રહણ, પ્રવાસી નહીં મળતા 25 શેડ્યૂલ રદ્દ કરાયા
માત્ર 18 રૂટ કાર્યરત હોવાથી STની આવકમાં ઘટાડો