વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે આવેલું દક્ષિણ ગુજરાતના એક માત્ર વિજ્ઞાન કેન્દ્રમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો મુલાકાતે આવતા હોય છે. પરંતુ કોરોના વાયરસને ધ્યાને રાખી સરકારના પરિપત્ર અનુસાર કોરોના ફેલાવવાની સંભાવનાને ધ્યાને રાખી તારીખ 18 માર્ચથી 31 માર્ચ સુધીના સમયમાં ધરમપુર ખાતે આવેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
કોરોના ઇફેક્ટઃ ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર સહેલાણીઓ માટે 31 માર્ચ સુધી બંધ - કોરોના વાયરસ .
કોરોના વાયરસને લઇ સરકાર ખૂબ ગંભીર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેક જાહેર જગ્યાઓ આગામી તારીખ 31 માર્ચ સુધી બંધ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર પણ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જે આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે.
![કોરોના ઇફેક્ટઃ ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર સહેલાણીઓ માટે 31 માર્ચ સુધી બંધ ધરમપુર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6473496-0-6473496-1584652850705.jpg)
ધરમપુર
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર બંધ માટેની સૂચના વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય ગેટ ઉપર લગાવી દેવાઈ છે. જેને પગલે હાલ અહીં કામ કરતા તમામ કર્મચારીઓ આવે છે. બાકી સહેલાણીઓ વિના વિજ્ઞાન કેન્દ્ર હાલ સુમસામ જોવા મળી રહ્યું છે.
ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર સહેલાણીઓ માટે 31 માર્ચ સુધી બંધ
Last Updated : Mar 20, 2020, 3:06 AM IST