ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકાયું
મુલાકાતીઓ પરિવાર સાથે આવી પહોંચ્યા
વિજ્ઞાન કેન્દ્રમાં છે અવનવા આકર્ષણો
વલસાડઃ માર્ચથી શરૂ થયેલી covid-19 મહામારીને લઇને અનેક જાહેર સ્થળો બંધ કરવાની સરકારને ફરજ પડી હતી જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રને પણ બંધ કરી દેવામાં આવ્યુ હતું. જોકે હાલ દિવાળીના તહેવારોને લઇને કોરોના ગાઈડ લાઈન્સના પાલન સાથે કેટલાક જાહેર સ્થળો શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ધરમપુર વિજ્ઞાન કેન્દ્રને પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કોરોના ગાઇડલાઇન્સ સાથે ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકાતા મુલાકાતીઓનો ધસારો બાળકો માટે છે આકર્ષણનું કેન્દ્ર
ધરમપુર ખાતે આવેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નાના બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એમાં પણ થ્રી ડી ફિલ્મ નક્ષત્ર આલય, ડાયનાસોર પાર્ક તેમજ વિજ્ઞાનને લગતી વિવિધ પ્રાયોગિક તેમજ બાળકો સમજી શકે તેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવીને વિજ્ઞાનનો દરેક નિયમ બાળકને સમજાવવા માટેના સાધનો મુકવામાં આવ્યા છે.
કોરોના ગાઇડલાઇન્સ સાથે ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકાતા મુલાકાતીઓનો ધસારો મીરર ગેલેરી મોટેરાઓ માટે પણ ખુબ મજાની
વિજ્ઞાન કેન્દ્રમાં હાલમાં જ પાછળના ભાગે બનાવવામાં આવેલી મીરર ગેલેરી મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં કાચમાં પડતા પ્રતિબિંબ અને તેના વિવિધ ઉપયોગો તેમજ ગેલેરીમાં અંતર્ગોળ કાચ, બહિર્ગોળ કાચ તેમજ તેના ઉપયોગો ક્યાં કરવામાં આવે છે સાથે સાથે આભાસી ચિત્રો કાચથી બનતા હોય તેવા પ્રતિબિંબો, આ તમામ બાબતો અહીં રજૂ કરવામાં આવી છે.
કોરોના ગાઇડલાઇન્સ સાથે ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકાતા મુલાકાતીઓનો ધસારો વિજ્ઞાન કેન્દ્રની બહાર મોટા કદના ડાયનાસોર બનાવવામાં આવ્યા છે
વિજ્ઞાન કેન્દ્રની બહાર એક નાનકડું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં અંદર કેટલીક વાંસની બનેલી મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહીં કેટલાક મોટા ડાયનાસોર અને તેના પ્રકારની વિવિધ જાતિઓના કેટલાક પ્રતિબિંબો પણ મુકવામાં આવ્યા છે અને તેને લગતી તમામ પ્રકારની માહિતીઓ નીચે બોર્ડ પર મુકવામાં આવી છે જેથી અહીં મુલાકાત લેનાર લોકોને ડાયનાસોર અંગે વિવિધ જાણકારી મળી શકે.
કોરોના ગાઇડલાઇન્સ સાથે ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકાતા મુલાકાતીઓનો ધસારો કોવિડ 19 ના નિયમોનું પાલન કરતાની સાથે મુલાકાતીઓને અપાય છે પ્રવેશ
વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેનારા દરેક લોકોનું તાપમાન માપી તેમને સેનીટાઇઝર આપવામાં આવે છે. તેમજ પોલીથીન હેન્ડ ગ્લોઝ આપીને જ મુલાકાતીઓને વિજ્ઞાન કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.