ગુજરાત

gujarat

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર બાદ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

By

Published : Dec 24, 2020, 10:21 AM IST

Updated : Dec 24, 2020, 10:38 AM IST

કોરોનાની મહામારી વચ્ચે આ લોક ડાઉન શરૂ થતા વિવિધ સ્થળો હાલ નિયમોને આધીન મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં આવેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર પણ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યાં આગળ covid 19ના નિયમોને આધીન મુલાકાતીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે પરંતુ સામાન્ય દિવસોમાં અહીં આગળ ડિસેમ્બર માસમાં ત્રણથી ચાર હજાર મુલાકાતીઓ મુલાકાત લેતા હતા. તેના સ્થાને આ વખતે દિવસ દરમિયાન માત્ર 200 થી અઢીસો લોકો મુલાકાત લઈ રહ્યા છે.

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર
વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર

covid 19ના નિયમોને આધીન મુલાકાતીઓને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં પ્રવેશ

જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં મુખ્ય મુલાકાતીઓ તરીકે સ્કૂલના બાળકો આવતા

હાલમાં સ્કૂલો બંધ હોવાને કારણે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર બાદ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
વલસાડ :કોરોનાની મહામારી ને કારણે જિલ્લામાં આવેલી વિવિધ જાહેર સ્થળો ઉપર પર્યટકો અને મુલાકાતીઓ ને ફરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ જેમ સરકાર દ્વારા on lockdown અને નિયમોને આધીન તમામ સ્થળો મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર પણ સામેલ છે પરંતુ હાલમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.વિજ્ઞાન કેન્દ્રમાં મુલાકાત લેવા આવનાર મુખ્ય મુલાકાતીમાં સ્કૂલના બાળકો સામેલવલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે આવતા લોકોમાં સ્કૂલના બાળકો મુખ્ય હોય છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર ગુજરાતમાં તમામ સ્કૂલો બંધ થઈ ચૂકી છે. જેના કારણે સ્કૂલમાંથી પર્યટક સ્થળ તરીકે મુલાકાત લેવા આવનારા સ્કૂલનાં બાળકોની સંખ્યા ઘટી ગઇ છે. જેના કારણે વિજ્ઞાન કેન્દ્રમાં મુલાકાત લેવા આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર માસમાં ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલાં મુલાકાતીઓ સામાન્ય દિવસોમાં આવે

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રના શિક્ષણ અધિકારી પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં ત્રણથી ચાર હજાર જેટલાં મુલાકાતીઓ ડિસેમ્બર માસમાં આવતા હોય છે, પરંતુ હાલ કોરોનાની મહામારી ને કારણે લોકો જાહેર સ્થળો ઉપર આવતા ડરી રહ્યા છે. જેના કારણે હાલના દિવસોમાં દિવસ દરમિયાન માત્ર ૨૦૦ થી ૩૦૦ લોકો જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે.

કોરોનાની મહામારી નું ગ્રહણ જાહેર સ્થળોને જ લાગ્યું નથી. વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે અહીં મુલાકાત લેવા આવનારા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. તમામ વસ્તુઓ ચિંતાનો વિષય છે પરંતુ અહીં આવનારા મુલાકાતીઓને કોવિડના નિતી નિયમોનું ચુસ્ત પાલન સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.


Last Updated : Dec 24, 2020, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details