ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા - Gamblers arrested in dharampur

ધરમપુર તાલુકાના વાઘવડ ગામે હટવાળા ફળિયામાં મોડી સાંજે ચકલી પોપટનો જુગાર રમતા 5 જેટલા ઈસમોને પોલીસે દરોડા પાડીને રંગેહાથે ઝડપી પાડ્યા છે. જ્યારે એક ઈસમ પોલીસ પહોંચે તે પહેલાં જ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કુલ રૂ. 7360 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5 ને ઝડપી લીધા
ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5 ને ઝડપી લીધા

By

Published : Nov 21, 2020, 9:38 PM IST

ધરમપુરમાં જુગારધામ ઝડપાયું

પોલીસકર્મી અને PSI દ્વારા વેશ પલટો કરી રેડ કરી

વલસાડ: ધરમપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ એન ટી પુરાણીને જુગારધામ બાતમી મળી હતી આથી તેઓ અને તેમના સ્ટાફના કર્મચારીઓ ગામડાના નાગરિકના વેશમાં વેશપલટો કરી એક ખાનગી વાહનમાં વાઘવડ ગામે પહોંચ્યા હતા અને ત્યાં આગળ ભરાયેલા સંજના હટ વાડામાં તેઓ છૂપા વેશે ફરી મળેલી બાતમી વાળી જગ્યા ઉપર પહોંચ્યા હતા.

ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5 ને ઝડપી લીધા

કુંડાળામાં બેસી રમતા હતા ચકલી પોપટનો જુગાર

જ્યાં આગળ ચારણવાડી વિસ્તારમાં પાંચ જેટલા ઈસમો કુંડાળામાં બેસી ચકલી પોપટ નો જુગાર રમી રહ્યા હતા અચાનક છૂપાવેશે પહોંચેલી પોલીસે આ તમામને ફરતે ઊભા રહી ગઈ દબોચી લીધા હતા અને કોઈને ભાગવાનો મોકો મળ્યો ન હતો

7360નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

પકડાયેલા ઈસમોની ઝડતી લેતા રોકડ રૂપિયા તેમજ દાવના રૂપિયા મળી પોલીસને 7360 રૂપિયા નો મુદ્દામાલ મળી આવ્યો હતો પકડાયેલા તમામ ઇસમોની સામે જુગારની કલમ અન્વયે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા

મુખ્ય સૂત્રધાર પોલીસ પહોંચે તે પહેલા જ ફરાર

મહત્વનું છે કે પોલીસ પહોંચે તે પૂર્વે જુગાર રમાડનારાઓ મુખ્ય સૂત્રધાર પરેશ શિવરામ પાડવી ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ઇન્ચાર્જ પી.એસ.આઇ એન.ટી. પુરાણી દ્વારા લેવામાં આવેલા આ પગલાને લઇને સ્થાનિક લોકો પણ તેમની કામગીરીને વખાણી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details