વલસાડ: છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં 52 mm જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 62mm જેટલો નોંધાયો છે. અત્યાર સુધીની વાત કરીએ વિવિધ તાલુકા દીઠ તો વલસાડ જિલ્લાના તાલુકા પૈકી મોસમનો કુલ વરસાદ ઉમરગામ તાલુકામાં 79 ઈચ, કપરાડામાં 68 ઇંચ, ધરમપુરમાં 62 ઇંચ, પારડીમાં 54 ઇંચ, વલસાડ તાલુકામાં 71 ઇંચ અને વાપી તાલુકામાં 61 ઇંચ જેટલો મોસમનો કુલ વરસાદ નોંધાયો છે. આમ તમામ તાલુકાઓ મળીને અત્યાર સુધીનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 66.38 ઇંચ જેટલો નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત, ધરમપુરમાં 15 mm વરસાદ - વલસાડ સમાચાર
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ પુરી મહેર કરી છે. બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી આવ્યાં છે. જિલ્લામાં મોસમનો કુલ વરસાદ અત્યાર સુધીમાં 66 ઇંચ જેટલો નોંધાયો છે, ત્યારે સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 15 mm જેટલો નોંધાયો છે.
જો કે, આજે શનિવારના વહેલી સવારથી મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી. પવન સાથે શરૂ થયેલા વરસાદને લઇને અનેક નિચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં. જ્યારે ઉમરગામમાં 6 mm, કપરાડામાં 2 mm, ધરમપુરમાં સૌથી વધુ 15 mm, પારડીમાં 1 mm વલસાડમાં 13mm અને વાપીમાં 7 mm મળી આઠથી દસ વાગ્યા સુધીમાં કુલ 44mm જેટલો વરસાદ નોંધાયો હતો. એટલે કે, બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ સરેરાશ પડ્યો છે.
મહત્વનું છે કે, ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન દોઢસો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઇ છે. જેની તુલનામાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ ધરમપુરમાં 62 અને કપરાડામાં 68 ઈંચ નોંધાયો છે. એટલે કે, હજુ પણ વ્યાપક પ્રમાણમાં જિલ્લામાં વરસાદ નોંધાયો નથી.