- 2004 માં ગોધરા જિલ્લા પંચાયતમાં વિદ્યા સહાયકની ભરતી કરવા માટે જાહેરાત બહાર પડી હતી
- 74 ઉમેદવારોની ન તો ભરતી કરાઈ ન તો તેમના ઓરિજીનલ માર્કશીટ અને કાગળો પરત થયા
- છેલ્લા 15 વર્ષથી નોકરીની આશાએ બેસેલા ઉમેદવારો પૈકી બે લોકોએ આત્મહત્યા કરી લીધી
2004માં વિદ્યાસહાયકની ભરતી મામલે ધરમપુરના ઉમેદવારે 27 આદિવાસી ધારાસભ્યોને પત્રો અને ઈમેલ લખ્યા
વલસાડ: વર્ષ 2004માં કરવામાં આવેલી વિદ્યાસહાયકની ભરતીના પ્રશ્ને ધરમપુરના શેરીમાળ ખાતે રહેતા એક યુવકે ગુજરાતના 27 આદિવાસી ધારાસભ્યોને લેટર અને ઇમેલ કરીને ન્યાય માટે ગુહાર લગાવી છે.
ધરમપુરના ઉમેદવારે 27 આદિવાસી ધારાસભ્યોને પત્રો અને ઈમેલ લખ્યા શું છે સમગ્ર મુદ્દો? વિદ્યા સહાયક ની ભરતી માટે 2004માં 74 જેટલા ઉમેદવારોના ઓરિજલ ડૉક્યુમેન્ટ્સ જિલ્લા પંચાયત ગોધરામાં જમા કરવામાં આવ્યા હતા. ધરમપુર શેરીમાલ ખાતે રહેતા રાજેશભાઈ રાઉત દ્વારા 27 આદિવાસી ધારાસભ્યોને લેટર લખીને જણાવ્યું કે તેમના ઓરિજીનલ ડૉક્યુમેન્ટ્સ જે ભરતી સમયે જમા કરાવવામાં આવ્યા છે તે પરત કરવામાં આવે.
ધરમપુરના ઉમેદવારે 27 આદિવાસી ધારાસભ્યોને પત્રો અને ઈમેલ લખ્યા ઓરિજીનલ કાગળિયા પરત ન મળતા ઉમેદવારી કરનારા તમામ લોકો છેલ્લા 15 વર્ષથી વધુના સમયથી બેરોજગાર છે.
ધરમપુરના ઉમેદવારે 27 આદિવાસી ધારાસભ્યોને પત્રો અને ઈમેલ લખ્યા અનેકવાર રજૂઆતો અને RTI છતા કોઈ જવાબ નહિ વિદ્યાસહાયકની ભરતી મેરીટ આધારિત કરવામાં આવી પણ અનામત મુજબ 40 ટકા એસટી સીટ ભરવાની થતી હોય છે, એના સ્થાને ઓછી ભરતી કરાઇ હતી. આથી આ બાબતે વંચિત રહેલા અનેક ઉમેદવારોએ જે તે સમયે રજૂઆતો અને RTI પણ કરી તેમ છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. થોડા દિવસ અગાઉ સુરત વલસાડ જિલ્લા કલેકટરને આવેદન આપીને ન્યાય અંગે માગ કરવામાં આવી હતી પણ કોઈ જવાબ ન મળતા આખરે ધરમપુરના યુવકે 27 આદિવાસી ધારાસભ્યને લેટર અને ઈમેલ માધ્યમથી ન્યાયની માગ કરી છે.
ધરમપુરના ઉમેદવારે 27 આદિવાસી ધારાસભ્યોને પત્રો અને ઈમેલ લખ્યા