ધરમપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સંસ્થાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. જે પૈકી ધરમપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા મેરેજ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના જેટલા વર્ષ થયા છે એટલે કે 71 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે 71 બોટલ રક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ બપોર સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ તેથી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું.
ધરમપુર ભાજપ દ્વારા મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ - blood camp
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ઠેર ઠેર સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ઠેર ઠેર સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. એવામાં ધરમપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા મેરેજ હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સભ્યો હોદ્દેદારો તેમજ ધરમપુર નગરના યુવાનોએ રક્તદાન કર્યું હતું. યુવાનોએ કહ્યું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સેવાનું કામ કરી રહ્યા છે, એ જ રીતે રક્તદાન કરીને લોકોની સેવા કરવા તેઓ તત્પર બન્યા છે. ભારતીય જનતા પાર્ટી ધરમપુર દ્વારા 71 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે પૈકી બપોર સુધીમાં 75 જેટલી બોટલ રક્ત એકત્ર થઇ ચૂક્યું હતું