ધરમપુરથી અંદાજિત 30 કિલોમીટર દૂર આવેલા પીપરોળ ગામે ટોંગા ડુંગર પર આદિવાસી સમાજ માટે આસ્થા ધરાવતા અભિનંદન મહાદેવનું મંદિર આવ્યું છે. ડુંગર પર આવેલા આ મંદિર સાથે દંતકથા પણ સંકળાયેલી છે. કહેવાય છે કે, વર્ષો પહેલા અહીં અનેક લોકો પૂજા કરતા હતા.
ધરમપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસમાં થયો વધારો, વરસાદી દેવની મૂર્તિ કરી ખંડીત - વરસાદી દેવની મૂર્તિ
વલસાડ: ધરમપુરના પીપરોળ ખાતે આવેલા ટોંગા ડુંગર પર સ્થાપિત વરસાદી દેવ આદિવાસી સમાજમાં આસ્થા ધરાવે છે. આ મંદિરની પ્રતિમા અસામાજિક તત્વોએ ખંડીત કરી તથા કપડા વેર વિખેર કરી દીધા છે. જેને લઇ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટનાસ્થળે દોળી આવી હતી અને અસામાજિક તત્વો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અસામાજિક તત્વોએ વરસાદી દેવની મૂર્તિ ખંડીત કરી
મંદિરની માન્યતા છે કે, વરસાદ ખેંચાવવા પર પૂજા કરવાથી વરસાદ શરૂ થાય છે. આદિવાસી સમાજની આસ્થાના મંદિરમાં રવિવારે અસામાજિક તત્વો દ્વારા પ્રતિમા પર મુકવામાં આવેલા ભગવાનના મુગટને નીચે પાડી દેવામાં આવ્યો હતો. જેને લઇને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે મંદિરના પુજારી ગણેશભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી. પોલીસે નિરીક્ષણ કરીને અસામાજિક તત્વો વિરૂદ્ધ ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.