ઉમરગામ તાલુકાના સ્ટેમ્પ ડ્યુટી હેઠળના 3.5 કરોડના વિકાસના કામો અટવાયા, તાલુકા પ્રમુખે TDO પર કર્યા આક્ષેપ - Minister of State Raman Patkar
વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ માટે 15 દિવસ બાદ આચારસંહિતા પણ લાગુ પડી જશે. ત્યારે ઉમરગામમાં હાલના તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો દ્વારા સામાન્ય સભામાં મંજુર થયેલા વિકાસના કામોની તાંત્રિક મંજૂરી જલ્દી મળે તે માટે રજૂઆત કરી છે.
વલસાડ : જિલ્લામાં આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ માટે 15 દિવસ બાદ આચારસંહિતા પણ લાગુ પડી જશે. ત્યારે ઉમરગામમાં હાલના તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો દ્વારા સામાન્ય સભામાં મંજુર થયેલા વિકાસના કામોની તાંત્રિક મંજૂરી જલ્દી મળે તે માટે રજૂઆત કરી છે.
આ અંગે ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના દરેક તાલુકામાં વિકાસના કામોની તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ અને રાજયપ્રધાન રમણ પાટકર પોતે ઉમરગામના જ હોવા છતાં ઉમરગામ તાલુકાને અન્યાય કરી કરી રહ્યા છે. તાલુકામાં વર્ષ 2016-17 બાદ 2018-19, 2019-20ના સ્ટેમ્પ ડ્યુટીના અંદાજિત 4 કરોડના વિકાસના કામો ટલ્લે ચડ્યા છે. આ અંગે જ્યારે પણ TDO ને રજૂઆત કરવામાં આવતા તેઓ ગલ્લાંતલ્લાં કરે છે, અને પ્રમાણપત્રો આવે પછી મંજૂરી આપવાના વાયદા કરી રહ્યા છે.
જ્યારે હવે આગામી દિવસોમાં ચૂંટણીને ધ્યાને રાખી તાલુકામાં આચાર સંહિતા લાગુ થશે. ત્યારે ગામલોકો અને સભ્યો વિકાસના કામો જલ્દી થાય તેવી કાગડોળે રાહ જુએ છે. તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સામે જ ગંભીર સવાલો ઉભા કરતા હોવાનો વસવસો પ્રમુખે વ્યક્ત કર્યો હતો.