- પવન પ્રતાપસિંગ ગાંજાનો રીઢો આરોપી ઝડપાયો
- 2016માં પણ ગાંજાની હેરાફેરીમાં પકડાયો હતો.
- પોલીસે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા
વાપી:સુરત રેંજ IG ડો.રાજકુમાર પાંડીયન અને જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલા તથા વાપીના Dysp વી.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG PI વી.બી.બારડ, PSI કે.જે.રાઠોડ ભીલાડના PSI સાથે બાતમીના આધારે ડહેલી ગામે રેઇડ પાડી હતી. જેમા એક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
વલસાડમાં ગાંજાનો રીઢો આરોપી ઝડપાયો
9.70 લાખની કિંમતનો 97 કિલો ગાંજો ઝડપાયો
પવન પ્રતાપસિંગ પાલના ઘરે રેઇડ પાડતા 9.70 લાખની કિંમતનો 97 કિલો ગાંજો મળી આવ્યો હતો. આરોપી સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે તારીખ 2 ડિસેમ્બર સુધી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
બોઇસરથી ગાંજો લાવી નાની પડીકી બનાવી વેંચતો હતો.
આરોપી પવન અગાઉ વર્ષ 2016માં ગાંજાની હેરાફેરી અને વેચાણ કરવાના કેસમાં પકડાઇ ચુક્યો છે. જે વર્ષ 2017માં જામીન ઉપર છુટ્યા બાદ ફરીથી મહારાષ્ટ્ર-બોઇસર ખાતેથી ગાંજો લાવી ઘરમાં રાખીને GIDC વિસ્તારમાં છુટક વેચાણ કરતો હતો.
આરોપી મૂળ યુપીનો છે
ધોરણ-7 સુધી ભણેલો આરોપી મુળ યુપીનો અને તેના માતા-પિતા મહારાષ્ટ્રમાં રહેતા હોવાથી જન્મ અને ઉછેર વિરાર ખાતે થયો છે.